Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

સવારના બ્રેકફાસ્ટમાં બનાવીને પીવો Apple Shake, આખો દિવસ Energetic રહેશો

દિવસની શરૂઆત સારા બ્રેકફાસ્ટથી થાય છે તો આખો દિવસ તમારો સારો રહે છે અને તમારામાં સ્ટેમિના પણ બની રહે છે. તમે એપ્પલ શેક મોર્નિંગમાં બ્રેકફાસ્ટમાં શામેલ કરો છો તો તમારી દિનચર્યાને તમે વધારે સારી બનાવી શકો છો. એપ્પલમાં ભરપૂર માત્રામાં વિટામીન્સ, મિનરલ્સ અને ઘણાં બધા પોષક તત્વો એવા હોય છે જે તમારી બોડી માટે અનેક રીતે ફાયદો કરે છે. સવારમાં ઉઠીને તમે એપ્પલ શેક પીવો છો તો તમારું શરીર સ્વસ્થ રહે છે અને પૂરતું પોષણ પણ મળી રહે છે. આ ડ્રિંક હેલ્ધીની સાથે-સાથે ટેસ્ટી પણ એટલું જ હોય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો એપ્પલ શેક…

સામગ્રી

250 ગ્રામ દૂધ

3 થી 4 એપ્પલ

2 થી 3 બદામ

2 ચમચી ઇલાયચી પાઉડર

2 ચમચી ખાંડ

4 થી 5 આઇસ ક્યૂબ્સ

બનાવવાની રીત

  • એપ્પલ શેક બનાવવા માટે સૌ પ્રથમ સફરજનને ધોઇ લો અને એના કટકા કરી લો.
  • સફરજન સમારો ત્યારે એમાંથી બી નિકાળી દો.
  • કટ કરેલા સફરજનને મિક્સર જારમાં નાંખો.
  • ત્યારબાદ મિક્સર જારમાં બદામ અને દૂધ મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લો. બદામને ઝીણી સમારી લેવી.
  • ગ્રાઇન્ડ બરાબર થઇ જાય એટલે મિક્સરનું ઢાંકણ ખોલીને એમાં થોડુ દૂધ અને ઇલાયચી પાઉડર મિક્સ કરો.
  • ત્યારબાદ આમાં ખાંડ મિક્સ કરો.
  • ખાંડ નાંખ્યા પછી મિક્સર એકવાર ચન કરી લો.
  • ત્યારબાદ આઇસ ક્યૂબ્સ નાંખીને ફરીથી મિક્સર ફેરવી લો.
  • હવે આ બધુ જ મિશ્રણ એક વાર ચમચીથી હલાવી દો અને પછી ફરીથી ગ્રાઇન્ડ કરી લો.
  • તો તૈયાર છે સ્મુધ અને ક્રીમી શેક.
  • તો તમે પણ આ ઠંડા-ઠંડા એપ્પલ શેકની મજા લો.
  • જો તમારે શેક વધારે ઠંડો કરવો હોય તો તમે ઉપરથી ગ્લાસમાં પણ આઇસ ક્યૂબ્સ નાંખી શકો છો.
  • આ એપ્પલ શેક તમે ઉપવાસમાં પીવો છો તો તમારામાં આખા દિવસની સ્ટેમિના રહે છે અને તમારા બોડી માટે હેલ્ધી પણ સાબિત થાય છે.

संबंधित पोस्ट

Property Tips: બિલ્ડર ફ્લેટનું પઝેશન આપવામાં વિલંબ કરી રહ્યો છે! તો જાણો ખરીદદારોના અધિકારો…

Karnavati 24 News

જીરું-વરિયાળીનું પાણી પીધા પછી વજન બરફના ઘન તરીકે પીગળી જશે, જાણો કેવી રીતે?

Karnavati 24 News

શું તમે તમારા ચહેરા પરના સફેદ દાગથી પરેશાન છો? તો આ ટિપ્સ ફોલો કરો.

Karnavati 24 News

કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને કેવી રીતે બનાવવું.

Karnavati 24 News

હરતાલિકા તીજનું વ્રત પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. બીજી તરફ, અપરિણીત છોકરીઓ ઇચ્છિત વર મેળવવા માટે આ વ્રત રાખે છે

Karnavati 24 News

ઓફિસમાં કલાકો સુધી કામ કરતી વખતે આંખો અને માથામાં દુખાવો; તો આ કામ માત્ર 2 મિનિટ કરો.

Karnavati 24 News