Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા રેલી યોજાઇ

દેશભરમાં આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરીકમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન થાય અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના કેળવાઈ તેવા આશય સાથે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહિસાગર જિલ્લા ખાતે“હર ઘર તિરંગા” અભિયાન હેઠળ લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું

”હર ઘર તિરંગા” અભિયાનમાં ભાગીદાર બનવા સમગ્ર દેશ થનગની રહ્યો છે. તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ શાનથી રાષ્ટ્રધ્વજને લહેરાવશે આ કાર્યક્રમનો હેતુ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના વધુ ને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકના મનમાં પોતાના દેશ માટે ગર્વ સાથે દેશપ્રેમ વધે તેવો છે.

“આઝાદી કા અમૃત મહોત્સવ“દરમિયાન પોસ્ટ વિભાગ દ્વારા “NATIONAL FLAG”નું રૂ. ૨૫ ના મૂલ્યે વેચાણ થઈ રહ્યું છે. “NATIONAL  FLAG”નું વેચાણ મહીસાગર જિલ્લામાં આવેલ તમામ પોસ્ટ ઓફિસોમાં ચાલુ છે. “NATIONAL FLAG”નું વેચાણ રવિવાર તેમજ જાહેર રજાના દિવસે પણ તમામ પોસ્ટ ઓફિસમાં વેચાણ ચાલુ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવ્યું છે.લુણાવાડા પોસ્ટ ઓફીસ દ્રારા અત્યાર સુધીમાં ૯૦૦ થી વધુ તિરંગાનુ વેચાણ કર્યુ છે.

संबंधित पोस्ट

આજે જજમેન્ટ ડે: કોર્ટે તાજમહેલ પર અરજદારને ફટકાર લગાવી

Karnavati 24 News

હેરિએટ જહાજને ક્લીયરન્સ બાદ અલંગ શિપબ્રેકિંગ યાર્ડના પ્લોટ નં.114માં બીચ કરવામાં આવ્યું

Karnavati 24 News

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 13,734 કેસ નોંધાયા, સક્રીય કેસમાં આવ્યો ઘટાડો

Karnavati 24 News

અમિત શાહનું રાજભવનમાં રાજ્યપાલે કર્યુ સ્વાગત, સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે

Karnavati 24 News

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એરફોર્સ એનસીસી દ્વારા શહીદ દેવાભાઈ ને શ્રદ્ધાંજલિ આપી હતી શહીદો માટે શત શત વંદન કાર્યક્રમ યોજ્યો હતો

Karnavati 24 News

દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક, એનસીસીને પ્રોત્સાહન આપવા પર થઇ ચર્ચા

Karnavati 24 News