Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત યોજાયેલી શાળાકીય સ્પર્ધામાં જિલ્લાના ૯૮,૭૫૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત રાજ્યમાં 1 કરોડ જેટલા ધરો, તમામ તાલુકા, જિલ્લા કક્ષાની કચેરીઓ વગેરે જગ્યાએ તિરંગાઓ લગાવવામાં આવશે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો અત્યારથી જ યોજવામાં આવી રહ્યા છે.
“હર ઘર તિરંગા” અભિયાન અને કલા ઉત્સવ અંતર્ગત રાજયભરમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે . જે હેઠળ જિલ્લા શિક્ષણ વિભાગ અને મહારાણીશ્રી ગંગાબા સાહેબ – જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભુજના સંયુકત ઉપક્રમે જિલ્લાના તમામ તાલુકાઓની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધામાં જિલ્લાભરના ૯૮૭૫૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, દરેક તાલુકાની ઉચ્ચતર, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં તિરંગા વિષય સાથે વકતૃત્વ, નિબંધ લેખન સ્પર્ધા, તિરંગા ચિત્ર, તિરંગા ગાયન વગેરે વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઇને વિવિધ સ્પર્ધાના માધ્યમથી દેશભક્તિની ભાવના વ્યકત કરી હતી.
આ અભિયાનમાં અબડાસા તાલુકામાં ૮૨૦૦, અંજાર ૭૧૩૧, ભુજ ૨૧૨૫૧, ભચાઉ ૨૨૫૬૪, ગાંધીધામ ૮૬૬૮, લખપત ૨૦૨૩, માંડવી ૩૪૯૯, મુંદરા ૩૬૪૦, નખત્રાણા ૮૧૫૪ અને રાપર ૧૩૬૪૫ મળીને કુલ ૯૮૭૫૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

संबंधित पोस्ट

રાયપુરમાં મોટી હેલિકોપ્ટર દુર્ઘટનાઃ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સરકારી હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઈલટના મોત

Karnavati 24 News

દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક, એનસીસીને પ્રોત્સાહન આપવા પર થઇ ચર્ચા

Karnavati 24 News

ગર્ભપાતની પરવાનગી માંગવા પર દિલ્હી હાઈકોર્ટે ઇન્કાર કરી સુજાવ આપ્યો

Karnavati 24 News

બબ્બર ખાલસાના વધુ 2 આતંકવાદીઓની ધરપકડઃ એક ફિરોઝપુરનો અને બીજો ફરીદકોટનો છે, જે સરહદ પરથી માલસામાન લાવવામાં મદદ કરતા હતા.

દેશની ચૂંટણીમાં રાજકારણીઓનો અભ્યાસ અને નિવૃત્તિ ઉમર અંગે ક્યારે ચર્ચા થશે ?

Karnavati 24 News

ચીન: ચીનમાં એક્સપ્રેસ વે પર પુલનો 500-મીટરનો ભાગ તૂટી પડ્યો, ટ્રક અને કારનો કાટમાળ ઊંચાઈ પરથી પડ્યો, કેટલાકના મોત

Karnavati 24 News