Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

દેશની ચૂંટણીમાં રાજકારણીઓનો અભ્યાસ અને નિવૃત્તિ ઉમર અંગે ક્યારે ચર્ચા થશે ?

ભારત દેશ આઝાદ થયાના 75 વર્ષ પુરા કરશે તેમ છતાં પણ હજુ રાજકીય પાર્ટી ચૂંટણી સમયે ગરીબી, રોજગાર, આરોગ્ય, રોડ રસ્તા જેવા મુદ્દે પર મોટા મોટા વાયદા કરશે. ચૂંટણી પ્રચારમાં કરોડો રૂપિયાનો ધુમાડો કરીને ખોટા વચનો આપવામાં આવશે. ભારતના રાજકારણમાં હજુ સુધી કોઈ પણ પાર્ટી એવી નથી આવી કે તે રાજકારણીઓના અભ્યાસ અને નિવૃત્તિની ઉમર અંગે વાયદા કે વચનો આપે તેમજ અનેક ગુનાઓ ધરાવતા છતાં પણ ભારતમાં નેતા ચૂંટાઈને આવે છે તે જ ભારતની નબળાઈ સાબિત થાય છે.

ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે પરંતુ સાચી હકીકત એ છે કે ભારતમાં અભણ રાજકારણી રાજ કરે છે અને ભણેલ વ્યક્તિ નતાઓને સલામ કરે છે. ભારત દેશમાં કોર્પોરેટરથી એમએલએ અને એમપી સુધી બધા જ કરોડપતિ રાજકારણીઓ છે. એક જ ચૂંટણીમાં વિજેતા થાય એટલે તેમને આજીવન પેન્સન સાથે અનેકો સુવિધા ઉપલબ્ધ થઇ જાય છે જયારે સરકારી નૌકરી કરતા કર્મચારીઓને પેન્શન જેવા લાભથી વંચિત રાખવામાં આવે છે.

ભારતમાં નેતાઓ, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને રોડ ટેક્સમાંથી મુક્તિ મળે છે. હવાઈ મુસાફરી, ફોન બિલ, ભથ્થા તેમજ અન્ય લાભો પણ મળે છે. ચાર ચોપડી ભણેલા નેતાથી લઈને 80 વર્ષના નેતાઓ ભારતમાં છે. કેટલાક નેતાઓતો જીવનના આખરી પડાવ સુધી સક્રિય રાજકારણમાં રહે છે. ભારત દેશમાંથી ઉચ્ચ અભ્યાસ કરી યુવાનો વિદેશોમાં ગમન કરે છે તેનું કારણ ભારતની રાજનીતિ છે. ભારતમાં રાજકીય પક્ષ ક્યારે પણ નેતાના ભણતર અને નિવૃત્તિ પર ભાષણ નહીં આપે.

દેશમાં અનેક નેતાઓ છે જેના પર અનેક ગુનાહો લાગેલા છે તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. ભારતમાં કોઈપણ યુવાન જયારે નૌકરી મેળવવા જાય છે ત્યારે તેનું ભણતર જોવામાં આવે છે અને જયારે નેતાઓ ચૂંટણી લડે છે ત્યારે તેમનું ભણતર જોવામાં આવતું નથી કે નથી તેની ઉમર જોવામાં આવતી. આઝાદીના 75 વર્ષ પછી પણ ભારત દેશની આ દશા છે તેના માટે રાજકારણ જ જવાબદાર છે.

संबंधित पोस्ट

PM મોદીએ સાયન્સ સિટી અમદાવાદમાં આયોજિત કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કર્યું

Karnavati 24 News

રાયપુરમાં મોટી હેલિકોપ્ટર દુર્ઘટનાઃ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સરકારી હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઈલટના મોત

Karnavati 24 News

હવે સાયબર ફ્રોડ સામે પણ વીમો મળશે, SBIએ શરૂ કરી આ સેવા

Karnavati 24 News

સરકાર પહેલાં સરકારી હોસ્પિટલના ICU ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાવે, ભરૂચમાં ખાનગી તબીબોનો વિરોધ

Karnavati 24 News

જ્ઞાનવાપી કેસ: SC 5 મિનિટમાં સુનાવણી કરશે; કહ્યું- બનારસ કોર્ટે ચુકાદો ન આપવો જોઈએ

Karnavati 24 News

હિન્દીનો વધતો પ્રભાવ: વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીનું પ્રભુત્વ ઝડપથી વધ્યું છે

Karnavati 24 News