Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગરના સહયોગથી ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહિલાઓ માટે જરૂરી પ્રાથમિક ટેસ્ટ નિઃશુલ્ક કરાવવાનું આયોજન



(જી.એન.એસ) તા. 24

ગાંધીનગર,

૭૬માં પ્રજાસત્તાક દિવસ, ૨૬ મી જાન્યુઆરી ૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે ૧૮ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે પેથોલોજીકલ લેબોરેટોરીના પ્રાથમિક જરૂરી CBR ટેસ્ટ નિ:શુલ્ક કરાવાનું તેમજ આરોગ્યલક્ષી જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમનો લાભ જિલ્લાની મહત્તમ બહેનોને મળે તે હેતુથી વધુમાં વધુ લોકોને આ બાબતે જાણ કરી, કાર્યક્રમ સફળ બનાવવાના ભાગરૂપે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર શાખા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર શાખાના સહયોગથી આ આયોજન તા. 26 જાન્યુઆરીના દિવસે સવારે 9:45 કલાકે પથિકાશ્રમ નિલાયા, એસ.ટી બસ સ્ટેન્ડ પાસે,ઘ-૩  સર્કલ સેક્ટર -11 ખાતે રાખવામાં આવ્યો છે.

મહિલાઓ માટેના પેથો લેબોરેટરી ના રજીસ્ટ્રેશન કરાવવા માટે ફોન નં ૯૭ ૯૭ ૯૭ ૫૦ ૫૦ પર સંપર્ક કરવા જણાવાયું છે.

संबंधित पोस्ट

પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગનારની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

Admin

ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં સુધારા વચ્ચે કેનેડાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

Gujarat Desk

નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક : 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા

Gujarat Desk

૧૫મી ગુજરાત વિધાનસભાના સાતમાં સત્ર દરમિયાન કુલ ૫  વિધેયક રજૂ કરાશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

આજ નું પંચાંગ (૨૮/૧૨/૨૦૨૫)

Gujarat Desk

એશિયામાં મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિમાં વૃદ્ધિ, ભારતમાં પીએમઆઈ ૧૭ વર્ષની ઊંચાઈએ…!!

Gujarat Desk