Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગનારની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી

પાટણના યુવાન પાસે 50 હજારની ખંડણી માંગનારની પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી પાટણના પટ્ટણી યુવાનને ધમકી આપી તેની પાસે રૂ ।. 50 હજારની ખંડણી માંગવાનાં આરોપસર ઝડપાયેલા કેટલાક આરોપીઓ પૈકી એક આરોપીની પાટણ એ – ડીવીઝન પોલીસે પૂછપરછ હાથ ધરી છે . આ શખ્સો સામે નોંધાયેલી એક ફરીયાદનાં અનુસંધાને તેની તપાસ કરવાને પૂછપરછ કરવા માટે પાટણની સુજનીપુર સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે તેનો કબજો મેળવીને પૂછપરછ હાથ ધરી છે . આ અંગેની વિગત એવી છે કે , પાટણ શહેર એ – ડીવીઝન પોલીસ સ્ટેશનમાં તા . 31-10-22નાં રોજ આઇપીસી 395/397/307 મુજબનો ગુનો નોંધાયો હતો . જે કેસમાં પોલીસે પાંચ આરોપીને પકડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી . તે દરમિયાન તા . 3-11-22માં રોજ પાટણનાં રાજેશ પટ્ટણીએ ફરીયાદ નોંધાવી હતી કે , તા . 3–11-22નાં રાત્રે 1 વાગે તેનાં મોબાઇલ પર ધમકી આપીને ‘ અમારા છ માણસોને જેલમાં પૂરાવેલ છે તેમને થઈ છોડાવવા રૂા . 50 હજાર આપી દે , નહિં તો તને જાનથી મારી નાખીશું ‘ તેમ જણાવ્યું હતું . જેથી જે અંગે ફરિયાદી આઇપીસી 506/507/385/384 મુજબની નોંધાઇ હતી . આ કેસમાં આરોપીઓને બાલીસણા પોલીસે પકડી પાડતાં તેઓએ ઉપરોક્ત મુજબની કબુલાત કરી હતી . જે પૈકીકિશન ઉર્ફે કાળીયો રાજેશ મગન પટ્ટણી રે . પાટણ , મૂળ રે . ચમનપુરા અમદાવાદ વાળાને પાટણ એ – ડીવીઝન પોલીસે પોતાનાં ગુનાની તપાસ અર્થે પાટણની સબજેલમાંથી ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરી એએસઆઇ રાઇટર પાંચ ભાઈ પટેલ અને દિપક ભાઈ અને મૌલિક ભાઈ પટેલ તપાસ ચલાવી રહ્યા છે

संबंधित पोस्ट

કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત ગુજરાતને રૂ. 17155 કરોડની વિક્રમી ફાળવણી

Gujarat Desk

અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક સામે ફરિયાદ

Gujarat Desk

પ્રાકૃતિક ખેતીથી ઉત્પન્ન થતો ખોરાક સ્વાસ્થ્યવર્ધક; આવનારી પેઢીને સ્વસ્થ જીવન આપવાની ગેરંટી આપે છે: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Gujarat Desk

પાટણ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર લાલેશ ઠક્કરે ઉમેદવારી ફોર્મ ભર્યું

Admin

‘તમે ચૂંટણી માટે અહીં છો, અમે દેશ માટે અહીં છીએ’: પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી અને ભાજપ પર પ્રહાર કર્યા

Gujarat Desk

ગુજરાત પોલીસના કાફલામાં 50 QRT બાઈકનો ઉમેરો: ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે

Gujarat Desk