Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક સામે ફરિયાદ



ખોટા નામે થી પસપોર્ટ કઢાવીને યુવક કેનેડા થઈ અમેરિકા પહોંચ્યો હતો

(જી.એન.એસ) 3

અમદાવાદ,

બીજીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા જેમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોનો દેશનિકાલ પણ કરવામાં આવ્યો છે ત્યારે હવે, અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગાંધીનગરના કલોલના રહેવાસી મૂળ નામ જીગ્નેશ જગદીશ પટેલ વસીમ ખલીલ નામના પાસપોર્ટથી કેનેડા થઈ અમેરિકા ગયો હતો. અમેરિકાથી પરત અમદાવાદ આવતા ઇમિગ્રેશન વિભાગે પોલીસને જાણ કરી હતી.

કોઈ પણ દેશમાં ગેરકાયદેસર રીતે જવું તે એ દેશના કાયદા પ્રમાણે ગેરકાનૂની છે. અત્યારે આ લોકો કેવી રીતે ગયા તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યાં છે. અમેરિકાએ આવા અનેક ભારતીયોને ડિપોર્ટ કરીને વિમાન દ્વારા ભારતમાં પાછા મોકલ્યાં હતાં. અને ભારતમાં પણ કેટલાક દેશના લોકો ગેરકાયદેસર રીતે આવીને વસ્યા હોય તેવા લોકોને પાછા તેમના દેશમાં મુકવામાં આવ્યાં છે.

संबंधित पोस्ट

સાવરકુંડલાનાં આદસંગની સીમમાં વન્યપ્રાણીઓ માટે જોખમી ગેરકાયદેસર વીજ જોડાણ દુર કરો

Admin

સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ; રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં ૪૭ હજારથી વધુ રજૂઆતોનું સુખદ નિવારણ

Gujarat Desk

રાજ્યના સરકારી કર્મચારીઓ જો હેલ્મેટ વગર સરકારી કચેરીએ પહોંચ્યા તો કાર્યવાહી થશે: ડીજીપી વિકાસ સહાય

Gujarat Desk

આજનું રાશિફળ (08/06/2025)

Gujarat Desk

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે હજીરાથી કંડલા પોર્ટ તરફ ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટને વર્ચ્યુલ ફ્લેગ ઑફ કરાવ્યું

Gujarat Desk