Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સાવરકુંડલાનાં આદસંગની સીમમાં વન્યપ્રાણીઓ માટે જોખમી ગેરકાયદેસર વીજ જોડાણ દુર કરો

સાવરકુંડલાના વન્ય પ્રાણી પર્યાવાસ વિસ્તાર એવા આદસંગ ખોડીયાનાના રોડઉપર રોડ ખોદી એકાદ કિલોમીટર જેટલા દુરના સ્થળે ગેરકાયદે વીજ વાયર દોડાવીવીજ કનેકશન લેવાતા ઓઘડધાર વિસ્તારમાં વસતા શેડયુલ વનમાં આવતા સિંહો, દીપડા, રોજ સહિતના વન્ય પ્રાણીઓના જીવ ઉપર જોખમ સર્જાયું છે.

સાવરકુંડલાના ખોડીયાર જતાં માર્ગ -મકાન પંચાયતના ડામર રોડ ગેરકાયદે ખોદી વન વિભાગ કે પીજીવીસીએલના અધિકારીઓની રહેમ દ્રષ્ટિ અને નજર હેઠળ એક વાડીમાંથી બીજી વાડીમાં એકાદ કિલોમીટર જેટલો સર્વિસ વાયર દોડાવી ખેતરોને વાળમાં રાખી ગેરકાયદે વીજ કનેકશન ચાલુ કરી દેવાતા આદસંગ-ખોડીયાણા ઓઘડધાર વિસ્તારમાં રહેતા શેડયુલ વનમાં આવતા સિંહ પરિવારો, નીલગાય, ઝરખ, શિયાળ સહિતના વન્યપ્રાણી પક્ષીઓ અને માનવોના જીવ ઉપર જોખમ સર્જાતા ગમે ત્યારે કોડીનારના આલીદર ગામે માનવીઓ દ્વારા સિંહને શોર્ટ સર્કિટમાં મારી સળગાવી દેવાના બનાવનું પુનરાવર્તન થાય

તે પહેલા વન વિભાગ અને પીજીવીસીએલ દ્વારા તપાસ કરી કસુરવાર એવા ગેરકાયદે વીજ કનેકશન આપનારા વાડી માલિક, ગેરકાયદે વીજ કનેકશન લેનાર સહિતના જવાબદારો સામે વન્ય પ્રાણી અધિનિયમ 1972 નીચે તપાસ કરી પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરી એફઆઇઆર નોંધાવી વીજ કનેકશન ધારક દ્વારા ગેરકાયદે આપેલા વીજ કનેકશન, વાડી માલિકનું વીજ કનેકશન કાયમી ધોરણે રદ કરવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા માંગણી કરવામાં આવી છે.

संबंधित पोस्ट

સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ખરીદીનો માહોલ યથાવત્…!!

Gujarat Desk

ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા આપી

Gujarat Desk

6.Gase?te cea mai buna metoda bancara pentru tine

Gujarat Desk

અમેરિકાના કેન્ટુકીમાં ટેકઓફ પછી કાર્ગો પ્લેન ક્રેશ થતાં 7 લોકોના મોત, 11 ઘાયલ

Gujarat Desk

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એપ્સટાઇન અને બિલ ક્લિન્ટન વચ્ચેના સંબંધોની તપાસની માંગ કરી

Gujarat Desk

આસામના કાઝીરંગા ટાઇગર રિઝર્વમાં 3 રોયલ બંગાળ વાઘ મૃત હાલતમાં મળી આવ્યા

Gujarat Desk