Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

એશિયામાં મેન્યુફેકચરિંગ પ્રવૃત્તિમાં વૃદ્ધિ, ભારતમાં પીએમઆઈ ૧૭ વર્ષની ઊંચાઈએ…!!

એશિયાના મોટાભાગના દેશોમાં ઓગસ્ટ મહિનામાં ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત રહી છે. ચીન, મલેશિયા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયામાં મેન્યુફેકચરિંગ પીએમઆઈ વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે પાકિસ્તાનમાં થોડી પીછેહઠ જોવા મળી. ખાસ કરીને ભારતનો પીએમઆઈ 59.30 સાથે 17 વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે, જે સ્થાનિક ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સિગ્નલ છે.

ચીનમાં પીએમઆઈ જુલાઈના 49.50થી વધીને ઓગસ્ટમાં 50.50 રહ્યો છે, જે વિસ્તરણનું નિર્દેશ કરે છે. મલેશિયાનો પીએમઆઈ 15 મહિનાની ટોચે, થાઇલેન્ડનો 13 મહિનાની ટોચે અને ઇન્ડોનેશિયાનો 5 મહિનાની ઊંચી સપાટીએ નોંધાયો છે. પાકિસ્તાનમાં પીએમઆઈ 50.10 સુધી ઘટ્યો.

બીજી તરફ વિકસિત દેશોમાં પરિસ્થિતિ નબળી રહી છે. યુકેનો પીએમઆઈ 50ની અંદર જ રહ્યો, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયામાં થોડો સુધાર જોવા મળ્યો હોવા છતાં ઈન્ડેકસ હજુપણ 50ની નીચે છે. યુરોઝોન however અમેરિકા સાથેના વેપાર કરારથી ફાયદો ઉઠાવી રહ્યો છે, જ્યાં પીએમઆઈ 50.70 સાથે 41 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો.

ભારતમાં બિઝનેસ કોન્ફિડેન્સ ત્રણ વર્ષની નીચી સપાટીએથી ઊંચકાયો છે અને મોટાભાગની કંપનીઓ ભાવિ માગ અંગે આશાવાદી છે. ચીનમાં પણ વેપાર વિશ્વાસ વધ્યો છે, જ્યારે વિકસિત દેશોમાં અનિશ્ચિતતા યથાવત છે.

संबंधित पोस्ट

ઓગસ્ટ માસમાં બેરોજગારી ૫.૧% પર, ૪ મહિનાનો સૌથી નીચો દર…!!

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવસારી ખાતે નિરાલી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ અને એ.એમ.નાયક હેલ્થકેર કેમ્પસનું ઉદ્દઘાટન કર્યું જે પ્રસંગે પૂર્ણશ મોદી ઉપસ્થિત રહ્યા

Karnavati 24 News

કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં આઈટી ભરતીમાં ૧૬%નો ઉછાળો…!!

Gujarat Desk

આજ નું રાશિફળ (02/11/2025)

Gujarat Desk

વલસાડના કુંડી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માતમાં એક શખ્સનું મોત 

Gujarat Desk