Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વલસાડના કુંડી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માતમાં એક શખ્સનું મોત 



(જી.એન.એસ) તા. 31

વલસાડ,

વલસાડના કુંડી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર એક ટ્રકે સાઈકલ સવારને અડફેટે લેતા અકસ્માતની ઘટના બનવા પામી. ટ્રકની અડફેટે આવતા સાઈકલ સવાર નીચે પટકાયો. અને ગંભીર ઇજાના કારણે ઘટનાસ્થળ પર સાઈકલ ચાલકનું મોત નિપજયું.

આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ વડોદરાના નેશનલ હાઈવે પર ફરી એક વખત ટ્રક ચાલકની બેદરકારીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. કુંડી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર આ અકસ્માતની ઘટના બનવા પામી છે. નેશનલ હાઈવે પર બ્રિજ પરથી પસાર થા ટ્રક ચાલકે બેફામપણે વાહન હંકારતા સાઈકલ સવારને અડફેટે લીધો. ઓવરબ્રિજ પર ચઢાણ હોવા છતાં ડ્રાઈવર ફૂલ સ્પીડમાં ટ્રક હંકારી રહ્યો હતો. આ નેશનલ હાઈવે પર એક સાઈકલ ચાલક પોતાના કામે નીકળ્યો હતો. પોતાના કામ પર પંહોચે તે પહેલા સાઈકલ સવાર અકસ્માતનો શિકાર થયો. બ્રિજ પરથી પસાર થતી વખતે પૂરપાટ વેગે પસાર થતી ટ્રકે સાઈકલ સવારને અડફેટે લીધો.

નેશનલ હાઈવે 48ના બ્રિજ પરથી પસાર થતી ટ્રક સાથે ટક્કર થતાં સાઈકલ ચાલક નીચે પટકાયો. ખાસ્સી ઉંચાઈએથી નીચે રોડ પર પટકાતા જ સાઈકલ ચાલકના માથામાં ગંભીર ઇજા થઈ. માથામાં ગંભીર ઇજાના પગલે સાઈકલ ચાલકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. પોલીસે ઘટનાની જાણ થતા જ નેશનલ હાઈવે નંબર 48 પર પંહોચી ગઈ. પોલીસે સ્થળ પર પંહોચી ટ્રક ચાલકને ઝડપી પાડ્યો. નોંધનીય છે કે હમણાં બે દિવસ પહેલા પણ આ જ નેશનલ હાઈવે પર ટેન્કરમાં કાર ઘુસી જતા અકસ્માત બનવા પામ્યો હતો.

संबंधित पोस्ट

અમદાવાદમાં વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રીજ બનાવાની કામગીરી માટે રૂ. ૧૨૯૫ કરોડથી વધુ રકમની મંજૂર: રાજ્ય‌ મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

Gujarat Desk

સુરતમાં ‘લવ જેહાદ’ના આક્ષેપ સાથે હાઈવોલ્ટેજ ડ્રામા

Gujarat Desk

ફિલ્ડ ઓપરેશન્સ વિભાગ, NSO દ્વારા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ફોકિયા) સાથે પ્રાદેશિક તાલીમ પરિષદનું આયોજન કરવામાં આવ્યું

Gujarat Desk

‘બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઇંડિયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ’ વિષય અંગે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે નેશનલ વર્કશોપ યોજાયો

Gujarat Desk

જામનગરમાં કોંગો ફીવરના કારણે એક વ્યક્તિ નું મોત

Gujarat Desk

CIFRI Kolkata में 1 पद पर निकली भर्ती। अधिक जानकारी के लिए नीचे क्लिक करें।

Karnavati 24 News