Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક : 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા



(જી.એન.એસ) તા.૧૭

નવસારી,

શ્વાન એક જગ્યાએ બેસીને રહેતો નથી તેથી તેને કાબુ કરવો જરૂરી છે નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા, હાથ–પગ લોહીલુહાણ કર્યા, સિવિલમાં દર્દીઓની લાઇનનવસારી શહેરમાં હડકાયા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. શહેરના ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં 60 લોકોને બચકા ભર્યા છે. આ ઉપરાંત શહેરના પાંચ હાટડી, વ્હોરવાડ, ભેસતખાડા અને મોટા બજાર વિસ્તારમાં વધુ 10 લોકો કૂતરાઓના શિકાર બન્યા છે. નવસારી સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા ચાર દિવસમાં શહેરી વિસ્તારમાંથી કૂતરાઓના કરડવાના 70 કેસ નોંધાયા છે. કૂતરાઓએ મોટાભાગે લોકોના હાથ–પગના ભાગે બચકા ભર્યા છે, જેના કારણે દર્દીઓને સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.આ અંગે ભેસતખાડા વિસ્તારના આગેવાન પિયુષ ઢીમ્મરે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં ભેસતખાડા, ઝવેરી સડક સહિતના પાંચથી વધુ વિસ્તારોમાં 50થી વધુ લોકોને શ્વાન કરડવાના બનાવ સામે આવ્યા છે તેમ છતાં પણ મહાનગરપાલિકા આ મામલે કોઈ પણ કામગીરી હાથ ધરી નથી. વહીવટી તંત્રના અધિકારીઓને આ મામલે જાણ કરી હોવા છતાં પણ તેમનું પેટનું પાણી હલતું નથી. ભૂતકાળમાં નવસારી નગરપાલિકા હતી તે સમયે રસીકરણને લઈને યોજના બનાવવામાં આવી હતી પરંતુ તેનું યોગ્ય ટેન્ડરિંગ ન થતાં આ યોજના પણ પાણીમાં ગઈ હતી. સ્વાન કરડવાના બનાવવામાં ભોગ બનનાર સુલેમાન મયાત જણાવે છે કે, અમારા વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં અનેક લોકોને શ્વાન કરડવાના બનાવ સામે આવ્યા છે. અમે આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરતા તેઓ એકલદોકલ બનાવવામાં આવીને જતા રહ્યા છે, શ્વાન એક જગ્યાએ બેસીને રહેતો નથી તેથી તેને કાબુ કરવો જરૂરી છે. શ્વાન હડકાયો હોવાની અમને શંકા છે, જેથી આ વિસ્તારમાંથી તેને દૂર કરવામાં આવે તેવી અમારી પાલિકાને માંગ છે.નવસારી સિવિલ હોસ્પિટલના RMO વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં સિવિલમાં 25થી વધુ લોકોએ સ્વાન કરડવા મામલે સારવાર લીધી છે. સ્વાન કરડવાના કેસમાં વ્યક્તિ દ્વારા તાત્કાલિક જખમો પર પાણી લગાવી સાફ કરવું જોઈએ જેથી તેને હડકવાની બીમારી લાગે નહીં. અમારે ત્યાં શ્વાન કરડાવાને લઈને ઇન્જેક્શન મારી તાત્કાલિક સારવાર કરવામાં આવે છે.

संबंधित पोस्ट

પાટણ જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ જીલ્લા સંકલન ની બેઠક

Karnavati 24 News

ખ્યાતિ હોસ્પિટલ ઘટના સંદર્ભે વિવિધ ધારાસભ્યશ્રીઓ દ્વારા ગૃહમાં પુછવામાં આવેલ પ્રશ્નોના મંત્રીશ્રીએ આપેલ જવાબ

Gujarat Desk

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ બેન્કોના NIM પર દબાણની સંભાવના…!!

Gujarat Desk

મહાકુંભથી પરત ફરી રહેલા પરિવારને બિહારના આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નડ્યો અકસ્માત, 6 ના મોત

Gujarat Desk

અમેરિકાની ઉત્પાદન પ્રવૃત્તિ ૪ મહિનાની નીચી સપાટીએ…!!

Gujarat Desk

ફુલ પગારી શિક્ષકોબનું એરિયર્સ ચુકવી સીપીએફ એકાઉન્ટ ખોલાવવા માંગ કરી

Admin