Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ખ્યાતિ હોસ્પિટલ ઘટના સંદર્ભે વિવિધ ધારાસભ્યશ્રીઓ દ્વારા ગૃહમાં પુછવામાં આવેલ પ્રશ્નોના મંત્રીશ્રીએ આપેલ જવાબ



(જી.એન.એસ) તા. 24

ખ્યાતિ હોસ્પિટલ પર કરેલ કાર્યવાહી સંદર્ભે :-

મંત્રીશ્રીએ જવાબમાં જણાવ્યું હતુ કે, આ ઘટના ધ્યાને આવતાં આરોગ્ય વિભાગ દ્વારા વિગતે તપાસ માટે યુ.એન.મહેતાના કાર્ડિયોલોજિસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલની નિષ્ણાત ટીમ તથા સ્ટેટ એન્ટી-ફ્રોડ યુનિટની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી.

ટીમ દ્વારા તમામ ૧૯ કેસના રેકર્ડની તપાસ કરાઇ. દાખલ દર્દીઓના કેસપેપર્સ તપાસવામાં આવ્યા. એન્જિયોગ્રાફી તથા એન્જિયોપ્લાસ્ટીના ડીજીટલ રેકર્ડ તપાસવામાં આવ્યા.

જેમાં મોટાભાગના કેસમાં સર્જરી માટે દર્દીઓ/સંબંધીઓની સંમતિ લેવામાં આવી ન હોવાનું,દર્દીઓના તબીબી રેકોર્ડની સમીક્ષામાં મોટાભાગના દર્દીઓમાં એન્જીયોગ્રાફી/એન્જિયોપ્લાસ્ટીની જરૂરિયાત ન હોવાનું, મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ રેકોર્ડ પર જણાવેલ ન હોવાનું  તેમજ પ્રાથમિક દૃષ્ટિએ દર્દીઓને હૃદયની કોઈ ગંભીર બીમારી હોવાનું જણાયેલ ન હતું . તેઓને એન્જિયોગ્રાફી/એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે તેવી કોઈપણ પ્રકારની સમજ કે માહિતી આપવામાં આવી ન હોવાનું જણાયું હતુ.

ટીમના પ્રાથમિક તારણોને ધ્યાનમાં લીધા બાદ ખ્યાતી હોસ્પિટલના દાવાની રૂ. ૩.૧૭ કરોડની ચુકવણી અટકાવી (Payment Stop)દેવાઇ, યોજના અંતર્ગત ખ્યાતી હોસ્પિટલને યોજનામાંથી કાયમી ધોરણે ડી-એમ્પેનલ કરવામાં આવી તેમજ ડૉ. પ્રશાંત વજીરાણીને યોજનામાંથી કાયમી ધોરણે બરતરફ કર્યા. ગુજરાત મેડ઼િકલ કાઉન્સીલ(GMC) એ ડૉ. પ્રશાંત વજીરાણી અને ડૉ. સંજય પટોલીયાના લાયસન્સ ત્રણ વર્ષની સમયમર્યાદા માટે રદ્દ કર્યા છે.

ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે લેવાયેલ સુધારાત્મક પગલા :

યોજના સંલગ્ન તમામ હોસ્પિટલોને મેડિકલ કેમ્પનું આયોજન કરવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની પરવાનગી અને કેમ્પમાં સરકારી પ્રતિનિધિની હાજરી સુનિશ્ચિત કરાઇ.

રાજ્યની તમામ હોસ્પિટલો ખાતે સારવાર સંબધિત કામગીરીનું સઘન મોનિટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને વધુ સુદ્રઢ કરીને છેતરપિંડીના બનાવો અટકાવવા માટે સરકારી તેમજ  GMERS Medical Collegesમાંથી જુદી-જુદી – ૪૩ ટીમનું ગઠન કરાયું.

CDHO/MOH દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહે તે જોગવાઇ કરાઇ.

વીમા કંપની દ્વારા પણ વધુ સંખ્યામાં સ્પેશ્યાલિસ્ટ તથા સુપર સ્પેશ્યાલિસ્ટ ઉપલબ્ધ કરીને ડેસ્ક ઓડિટ તથા ફિલ્ડ ઓડિટ સઘન બનાવવામાં આવી.

ભવિષ્યમાં આવા કિસ્સા ન બને તે માટે કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, નિઓનેટલ કેર અને TKR/THR (ની અને હીપ રીપલેસમેન્ટ) માટે નવીન  SOP બહાર પાડવામાં આવી.

ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરનાર હોસ્પિટલો અને તબીબો વિરુધ્ધ કરાયેલ કાર્યવાહી :-

મંત્રીશ્રી એ આ પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતુ કે, ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ રાજ્યમાં PMJAY-મા યોજના અંતર્ગત ગેરરિતી બદલ કુલ-૨૨ હોસ્પિટલ સસ્પેન્ડ કરીને અંદાજીત રૂ. ૩.૧૩ કરોડ અને તે પહેલા કુલ ૫૨ હોસ્પિટલ સસ્પેન્ડ કરીને કુલ રૂ. ૧૬.૭૭ એમ મળીને અત્યારસુધીમાં કુલ-૭૪ હોસ્પિટલ સસ્પેન્ડ કરીને અંદાજીત રૂ.૧૯.૯ કરોડની પેનલ્ટી લગાવામાં આવી હતી.

ખ્યાતિ ઘટના પહેલા યોજના અંતર્ગત ગેરરિતી બદલ ત્રણ તબીબો અને ઘટના બાદ ૬ મળીને કુલ ૯ તબીબોને યોજનામાંથી સસ્પેન્ડ/બરતરફ કરાયા હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

संबंधित पोस्ट

ગાંધીનગરનું પ્રાકૃતિક કૃષિ મોડેલ વૈશ્વિક સ્તરે ચમકશે: એક નવી હરિયાળી ક્રાન્તિ તરફ પ્રયાણ

Gujarat Desk

GSTમાં ઘટાડાનો દેશની અર્થવ્યવસ્થાએ મર્યાદિત અસર : બેન્ક ઓફ અમેરિકા

Gujarat Desk

બિહારની 16 ટ્રેનોના રૂટ બદલાયા, 15 કેન્સલઃ બારહિયામાં ટ્રેક પર તંબુઓ પર બેસી ગ્રામજનો;

Karnavati 24 News

ફુગાવાની વધતી ચિંતા વચ્ચે, ટ્રમ્પે બીફ, કોફી અને અન્ય ખાદ્યપદાર્થો પર ટેરિફ ઘટાડ્યો

Gujarat Desk

 સ્વતંત્રતા પછી પહેલીવાર ખંભાતના પાંદડ ગામે ક્ષત્રિય મહિલા સરપંચે દલિત સમાજ સાથે મંદિરમાં પ્રવેશ કર્યો

Karnavati 24 News

આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે રાજ્યમાં અતિ ભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી

Gujarat Desk