Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત અને એક ઇજાગ્રસ્ત



(જી.એન.એસ) તા.૧૫

ગાંધીનગર,

રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને એક ઇજા પામ્યો છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ–લીંબડી હાઇવે પર મોડી રાત્રે થેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. દેવપરા ગામના પાટીયા પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને એક ઇજા પામ્યો છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદ–લીંબડી હાઇવે પર મોડી રાત્રે થેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. દેવપરા ગામના પાટીયા પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. અજાણ્યા વાહનચાલકે રાહદારી યુવાનને અડફેટે લીધો હતો. રાહદારી યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. આ ઉપરાંત બોટાદમાં ભાવનગર–અમદાવાદ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. હોટેલ પાસે ખાનગી બસની અડફેટે આવતા યુવકનું મોત થયું હતું. ઘટનાસ્થળે યુવકનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થવાના પગલે બરવાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બરવાળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવક કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર દ્વારકા રોડ પર અકસ્માતમાં એકનું મોત થયું છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું છે. ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકનું મોત થયું હતું. બનાસકાંઠામાં ભાભર–સુઈગામ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ભાભરના અબાળા ગામ પાસે અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ફોરચ્યુનર કારે ટક્કર મારતા ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું. સદનસીબે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી ન હતી. અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટ્યા હતા.

संबंधित पोस्ट

દૈનિક રાશિફળ (૨૦/૧૨/૨૦૨૫)

Gujarat Desk

ઈસનપુર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલ હત્યાના ગુનામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો

Gujarat Desk

‘રાષ્ટ્રીય માર્ગ સલમાતી માસ -૨૦૨૫’ની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં અવેરનેસ કાર્યક્રમો યોજાયા

Gujarat Desk

ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી, આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક-એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને એસીબી દ્વારા 12,500 ની લાંચ લેતા ઝડપી લેવાયો

Gujarat Desk

વડોદરાના પાણીગેટ અજબડી મિલમાં લાગી આગ 12 કાર બળીને ખાખ થઇ ગયા

Gujarat Desk