Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામજોધપુરમાં પતંગ લૂંટતા તરુણનો વીજ શૉક લાગતાં મૃત્યુ થયું



(જી.એન.એસ) તા.૧૫

જામનગર,

બનાવ અંગે વાડીની ફરતે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો છે. જામનગરમાં જામજોધપુરમાં પતંગ લેવા માટે ગયેલા 14 વર્ષના એક તરુણનું વીજ આંચકો  લાગતાં મૃત્યુ નીપજયું છે. એક વાડીના શેઢે પતંગ લેવા જતાં તેમાં ગોઠવેલા ચાલુ વીજ પ્રવાહીસાથેના વિજતારમાંથી એકાએક તરુણને વિજ આંચકો લાગ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું છે. બનાવ અંગે વાડીની ફરતે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક સામે ગુનો નોંધાયો છે. ફરિયાદ અંગેના બનાવની વિગતે એવી છે કે જામજોધપુરમાં હીના મીલ પાસે પાટણ રોડ પર રહેતા રામાભાઇ કાનાભાઈ રબારીનો 14 વર્ષનો પુત્ર વિજય કે જે ગઈકાલે મકરસંક્રાંતિના પર્વના દિવસે એક કપાયેલો પતંગ લેવા માટે દોડયો હતો, અને ચંદુભાઈ ઠાકરશીભાઈ બકોરી નામના ખેડૂતની વાડીના શેઢે કાંટાળી તાર માં પતંગ ફસાયો હોવાથી કાઢવા જતાં કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેવાયો હોવાથી તેનું બનાવના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃત બાળકના પિતા રામભાઈ રબારીએ જામજોધપુર પોલીસ મથકમાં ખેડૂત ચંદુભાઈ બકોરી સામે વાડીને ફરતે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ગોઠવી દઇ પોતાના પુત્રનું મૃત્યુ નીપજાવવા અંગેની ફરિયાદ નોંધાવતાં જામજોધપુર પોલીસે ખેડુત ચંદુભાઈ બકોરી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

વાણિજ્યિક LPG, પેટ્રોલ, ડીઝલ, જેટ ઇંધણ: યુદ્ધ શાંત થતાં ભારતમાં ભાવમાં મોટો ઘટાડો

Gujarat Desk

ઉવારસદમાં દિવ્યાંગોનો દિવ્ય આનંદ મેળો – “ઉમળકો” યોજાશે”

Gujarat Desk

Sume de bani Pot casino ?tie ce sa aduca pentru a mul?umi ?i cei mai exigen?i jucatori

Gujarat Desk

આજનું રાશિફળ (08/10/2025)

Gujarat Desk

મહાશિવરાત્રી પર, તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરો શ્રી સોમનાથ, શ્રી કાશી વિશ્વનાથ અને શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનો પ્રસાદ : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યના અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે રૂ।. ૧૮૮ કરોડ ફાળવ્યા

Gujarat Desk