Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને એસીબી દ્વારા 12,500 ની લાંચ લેતા ઝડપી લેવાયો



(જી.એન.એસ, જિતેન્દ્ર ઉપાધ્યાય) તા. 21

સાબરકાંઠા,

સાબરકાંઠાના પોશીના પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની એસીબી દ્વારા લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, આ સમગ્ર મામલે વાત કરીએ તો ફરીયાદીની પોતાની પત્નીને ભાડાની ઇકો ગાડીમાં રાજસ્થાન મૂકી પરત આવતા હતા, દરમિયાન રાત્રિના સમયે આક્ષેપિતે ફરીયાદીની ગાડી ઉભી રખાવી ચેક કરતા ગાડીમાં એક બિયર ની બોટલ મળેલ,  તેની પતાવટ પેટે આક્ષેપિત દ્વારા

રૂા. ૨ લાખની માગણી  કરેલ.  રકઝકના અંતે  રૂા ૬૦,૦૦૦/-ની માંગણી કરી ગાડી લઈ જવા અને પૈસા નહી આપે તો  ફરીયાદી ઉપર દારૂનો કેસ કરવાનું કહી ફરીયાદીશ્રી પાસેથી તે સમયે 2000 રૂપિયા લઇ લીધેલ. ત્યારબાદ બીજીવાર પોશીના બજારથી પોલીસ સ્ટેશન પકડી લાવી ફરીયાદી પાસેથી ₹4,000 આક્ષેપિતે લઈ લીધેલા અને ત્યારબાદ બીજા પૈસાના અવેજ પેટે ફરીયાદીશ્રીનો મોબાઇલ લઈ લીધેલ અને જ્યારે પૈસા આપશે ત્યારે મોબાઈલ અને ઈકો ગાડી પરત કરવા જણાવેલ. બાદ આક્ષેપિતે ફરીયાદીના મોબાઈલ ઉપર અવારનવાર રૂ.10,000 ની માંગણી કરેલ. જે પૈસા ફરીયાદી આપવા માંગતા ન હોય એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, ફરીયાદીશ્રીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આક્ષેપિતે

રૂા. ૧૫૦૦૦/- ની માંગણી કરી ફરિયાદીશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી, રકજક ના અંતે લાંચની રકમ રૂા.૧૨,૫૦૦/- સ્વીકારી, સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યા વિગેરે બાબત.

संबंधित पोस्ट

ઝારખંડમાં સતત વરસાદ; IMD દ્વારા 16 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી

Gujarat Desk

વડોદરાના ઉત્તર છેવાડે છાણી ટ્રાફિક સર્કલ આસપાસની જગ્યાઓ પરથી મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

Gujarat Desk

મહાનગરપાલિકાના કરોડોના પ્રોજેકટોનું 2022માં સમયાંતરે થશે લોકાપર્ણ

Karnavati 24 News

ICC અને IOC દ્વારા ઓલિમ્પિક ૨૦૨૮ માટે ક્રિકેટની ક્વોલિફિકેશન સિસ્ટમની પુષ્ટિ કરી

Gujarat Desk

રાજ્યભરમાં કુલ 14,70,125 ફોર્મ મળ્યા જેમાં 7,25,920 ફોર્મ 6, 1,83,235 ફોર્મ 7, 5,60,970 ફોર્મ 8 મળ્યા

Gujarat Desk

અદાણી ડિજિટલ લેબ્સે એરપોર્ટ અને મુસાફરીના અનુભવને વધુ ઉત્કૃષ્ટ બનાવવા મુખ્ય નવીનતાઓનું અનાવરણ કર્યું

Gujarat Desk