Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો



(જી.એન.એસ) તા.૧૫

જામનગર,

આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. જામનગર  નજીક દરેડમાં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કિસ્સાઓ બન્યા છે અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે. મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતી અંબા દેવી સીતારામ જોશી નામની 15 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે લોખંડની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના કુટુંબી રવિભાઈ બાબુભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત લાલપુર તાલુકાના પડાણામાં રહીને મજૂરી કામ કરતા તરુણ કુમાર સુકુમાર સાત્રા નામના 37 વર્ષના બંગાળી યુવાને ગઈકાલે પોતાના રૂમમાં વાંસના બાબુ સાથે મફ્લર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે બનાવ અંગે તેની સાથે રહેતા રવિન્દ્રનાથ બંગાળી એ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણાના એ.એસ.આઈ.વી.સી. જાડેજા બનાના સ્થળે દોડી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું, તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫માં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ

Gujarat Desk

કેનેડા આગામી વર્ષે વિદેશી વિદ્યાર્થીઓને આપવામાં આવતી પરમિટમાં 7% ઘટાડો થવાની ધારણા કરવામાં આવી

Gujarat Desk

સંયુક્ત સંરક્ષણ સેવા પરીક્ષા (II), 2025ના લેખિત પરિણામની જાહેરાત

Gujarat Desk

અક્ષય કુમાર, સૈફ અલી ખાન અને પ્રિયદર્શનની હૈવાન 11 સપ્ટેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે

Gujarat Desk

અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ 29 ગુજરાતીઓ વતન પરત ફર્યા

Gujarat Desk

IPL 2026 રિટેન જાહેરાત પહેલા શાર્દુલ ઠાકુર મુંબઈ ઇન્ડિયન્સમાં ટ્રેડ થયો

Gujarat Desk