Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યના અનેક જિલ્લાઓમાં 24 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી: હવામાન વિભાગ

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

છેલ્લા 3-4 દિવસોથી રાજ્યમાં જાણે ચોમાસાએ વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું હતું ત્યારે હવે હવામાન વિભાગે આગામી 24 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, નવરાત્રિ 22 તારીખથી શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે નવરાત્રિમાં ખેલૈયાને વરસાદનું વિઘ્ન નડી શકે છે. જેમાં પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 19થી 22 સપ્ટેમ્બર સુધી 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

આગામી 23-24 સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ધીમીધારે વરસાદ વરસી શકે છે.

संबंधित पोस्ट

પશુ-પક્ષીઓની સારવાર-રક્ષા માટે ગુજરાતમાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન “કરૂણા અભિયાન-૨૦૨૫” હાથ ધરાશે : વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા

Gujarat Desk

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી

Gujarat Desk

૧૨ કલાકમાં દક્ષિણ ફિલિપાઇન્સના એક જ વિસ્તારમાં ૬.૯ ની તીવ્રતાનો ભૂકંપ, વિગતો તપાસો

Gujarat Desk

આજનું રાશિફળ (06/09/2025)

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી

Gujarat Desk

વલસાડના કુંડી ગામ નજીક નેશનલ હાઈવે 48 પર અકસ્માતમાં એક શખ્સનું મોત 

Gujarat Desk