Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી



(જી.એન.એસ) તા.૧૮

ગાંધીનગર,

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના જન્મદિવસે આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજભવન પધારીને રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.રાજપાલશ્રીના જન્મદિવસ નિમિત્તે રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે રક્તદાન કેમ્પની પણ મુલાકાત લીધી હતી. આજે સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ થયો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રત્યે સ્નેહ અને સન્માન ભાવ પ્રગટ કરતાં માનવતાની સેવા માટે અનેક લોકો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી રહ્યા છે.રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પણ રાજભવન પધારીને રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર પણ રાજભવન પધાર્યા હતા અને તેમણે રાજ્યપાલશ્રીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.જન્મદિવસની સવારે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી અને પરિવારજનો સાથે રાજભવન પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કર્યો હતો.

संबंधित पोस्ट

ઈરાન પર કાર્યવાહીની નિંદા કરતા UNHRCના ઠરાવ સામે ભારતે મતદાન કર્યું, તેહરાને સમર્થન માટે નવી દિલ્હીનો આભાર માન્યો

Gujarat Desk

દૈનિક રાશિફળ (21/05/2025)

Gujarat Desk

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગમી 48 કલાક ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે પવન ફૂંકવાની શક્યતા

Gujarat Desk

યુરોપ તરફ વળી શકે ભારતની નિકાસ, અમેરિકાના ટેરિફ સામે વૈકલ્પિક બજાર તૈયાર…!!

Gujarat Desk

નેપાળમાં 4.2 ની તીવ્રતાના ભૂકંપના આંચકા, અધિકારીઓએ આફ્ટરશોક્સની ચેતવણી આપી

Gujarat Desk

ઉત્તર પ્રદેશના લખનૌમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપ

Gujarat Desk