Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યના અનેક જિલ્લાઓમાં 24 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી: હવામાન વિભાગ

(જી.એન.એસ) તા. 18

ગાંધીનગર,

છેલ્લા 3-4 દિવસોથી રાજ્યમાં જાણે ચોમાસાએ વિદાય લીધી હોય તેમ લાગી રહ્યું હતું ત્યારે હવે હવામાન વિભાગે આગામી 24 સપ્ટેમ્બર સુધી હળવા વરસાદની આગાહી કરી છે. બીજી તરફ, નવરાત્રિ 22 તારીખથી શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે નવરાત્રિમાં ખેલૈયાને વરસાદનું વિઘ્ન નડી શકે છે. જેમાં પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 19થી 22 સપ્ટેમ્બર સુધી 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન રાજ્યમાં 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

આગામી 23-24 સપ્ટેમ્બરે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ધીમીધારે વરસાદ વરસી શકે છે.

संबंधित पोस्ट

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા વડોદરાના આજવા સરોવરના 62 દરવાજા, સરદાર સરોવર ડેમના પણ વધુ દરવાજા ખોલવામાં આવ્યા

Gujarat Desk

સુરતમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારખાના બાદ હવે ગોડાઉન ઝડપાયું; 1.84 કરોડનો મુદ્દામાલ કબ્જે

Gujarat Desk

આજ નું રાશિફળ (07/10/2025)

Gujarat Desk

ઘોઘા તાલુકાના હાથબ નજીક એસટી બસ અને બાઈક અથડાતા યુવાનનું મોત નીપજ્યું

Gujarat Desk

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

Gujarat Desk

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

Karnavati 24 News