Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

ઘરે બેઠા કરો આ આસન, પેટથી લઇને કમરના દુખાવા જેવી અનેક તકલીફો થઇ જશે દૂર

આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો પેટની સમસ્યાથી પીડાતા હોય છે. પેટની તકલીફો દિવસેને દિવસે લોકોને ખૂબ જ વધી રહી છે. જો કે આ પાછળ ઘણાં બધા કારણો જવાબદાર હોય છે. જો કે પેટની આ તકલીફો દિવસેને દિવસે વધતી જાય તો બીજી બધી જ બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે. તો આજે અમે તમને જણાવીશું આસન વિશે જે તમારી પેટને લગતી અનેક તકલીફોને દૂર કરી દેશે.

પવનમુક્તાસન

આ આસન તમે રોજ કરો છો તો તમારી પેટને લગતી અનેક તકલીફોમાંથી તમે છૂટકારો મેળવી શકો છો. આ આસન કરવાથી તમારી કબજીયાતની તકલીફ પણ દૂર થાય છે. આ સાથે જ આસન કરવાથી તમારું પાચનતંત્ર મજબૂત બને છે. તમને કમરમાં અતિશય દુખાવો રહે છે તો તમારે આ આસન અચુક કરવું જોઇએ. આ આસન તમારી કમરની તકલીફને થોડા જ દિવસોમાં દૂર કરી દે છે. આ આસન કરવાથી પેટને લગતી અનેક તકલીફોમાંથી તમે છૂટકારો મેળવી શકો છો. આ આસન તમે દરરોજ કરો છો તો તમારી સ્કિન પણ ગ્લો થવા લાગે છે. તો જાણો કેવી રીતે કરશો આ આસન.

જાણો કેવી રીતે કરશો આ આસન

આ આસન કરવા માટે સૌથી પહેલા તમારી પીઠ પર સીધા સૂઇ જાવો.

ત્યારબાદ બન્ને પગને ઘૂંટણ પર વાળો અને તમારા હાથને બન્ને બાજુએ પકડો.

હવે બન્ને હાથને એકસાથે પકડો.

આ પછી શ્વાસ છોડતી વખતે ઘૂંટણને તમારી છાતી તરફ લાવો અને તમારી જાંઘને તમારા પેટ પર દબાવો.

તમારા માથાને ફ્લોર પરથી ઉઠાવો અને તમારા ઘૂંટણ વડે કપાળને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો.

આ દરમિયના શ્વાસ લેતા રહો અને બહાર કાઢો.

થોડી જ સેકન્ડ પછી પાછા સામાન્ય સ્થિતિમાં પાછા આવી જાવો.

આ આસન 4થી 5 વખત પુનરાવર્તિત કરતા રહો.

संबंधित पोस्ट

4 ઓગસ્ટે આ તારીખોમાં જન્મેલા લોકોને મળશે ભાગ્ય સાથ, વાંચો દૈનિક અંકરાશિ

Karnavati 24 News

बादाम हैं फायदेमंद सूखे मेवे : भीगे-सूखे-भुने-छिले या छिलके सहित खाने से वजन से लेकर पाचन तक की समस्या दूर हो जाएगी।

Admin

Property Tips: બિલ્ડર ફ્લેટનું પઝેશન આપવામાં વિલંબ કરી રહ્યો છે! તો જાણો ખરીદદારોના અધિકારો…

Karnavati 24 News

રવિવારની વહેલી સવારે જ ખુલી જશે આ બે રાાશિઓની કિસ્મત, મા આપશે શુભ સમાચાર

Karnavati 24 News

શું પ્રેગનન્સી દરમિયાન સીડી ચઢવી સુરક્ષિત છે? જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ

Karnavati 24 News

સવારના બ્રેકફાસ્ટમાં બનાવીને પીવો Apple Shake, આખો દિવસ Energetic રહેશો

Karnavati 24 News