Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઉનામાં આંગણવાડીના બાળકોના જીવ સાથે ચેડાં; દિવાલોમાં સેવાળ ઊગી નિકળી

(જી.એન.એસ) તા. 24

ઉના તાલુકાની ભાચા ગામની 3 નંબરની આંગણવાડી છેલ્લા એક વર્ષથી જર્જરીત હાલતમાં છે.આંગણવાડીમાં છત પરથી પોપડા ખર્યાછે.સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આંગણવાડી જર્જરિત હોવા છતાં બાળકોના જીવ સાથે ચેડા શા માટે કરવામાં આવી રહ્યા છે.આ આંગણવાડીમાં હાલ પાણી પણ ટપકી રહ્યું છે. અન્ય પોપડા પણ હજુ પડે તેવી પરિસ્થિતિમાં છે છતાં આ છત નીચે નાના ભૂલકાંઓ બેસી અભ્યાસ કરી રહ્યા છે.

પોપડા પાડવાની ઘટનાને લઈને વાલીઓ બાળકોને મોકલતા પણ અચકાય છે. 2011માં નિર્માણ પામેલ આ આંગણવાડીની દેખરેખ કે સાંભળ લેવાનું કદાચ તંત્ર ભૂલી ગયું છે. કારણકે આ આંગણવાડીની હાલત જોઈ અંદાજો લાગી શકે કે અગિયારેય રંગ રોગન કર્યું નહીં હોય. દીવાલોમાં શેવાળ ઊગી નીકળ્યો છે. હાલ તો આ ઘટનાને લઈને બાળકોના જીવના જોખમે બેસી રહ્યા છે.જ્યારે આ અંગે ઉના તાલુકા વિસ્તારમા CDPO ને પૂછવામાં આવ્યું ત્યારે આ અંગે તેઓ અજાણ હતા અને આંગણવાડી વર્કર ઉપર નોટિસ આપવાની વાત કરી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. જ્યારે આ CDPO માત્ર ઓફિસમાં બેસી આંગણવાડીઓને ચલાવે છે. ક્યારેય આ આંગણવાડીઓની જાતે તપાસ કરી નથી. હાલ ઊનાની 70 જેટલી આંગણવાડી જર્જરિત હોવાનો ખુલાસો ખુદ ઉના CDPOએ આપ્યો છે.

संबंधित पोस्ट

ભારત પર ટેરિફ પછી રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું…!!

Gujarat Desk

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

Karnavati 24 News

રાજ્યમાં અંગદાનથી મળતા અંગોના ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શી છે, લાગવગ કે ઓળખાણને કોઇ સ્થાન નહીં :- આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

મુંબઈમાં ‘400 કિલો RDX’ મેસેજના આરોપમાં ક્રાઈમ બ્રાન્ચે નોઈડાના એક વ્યક્તિની ધરપકડ કરી

Gujarat Desk

જુનાગઢ માં વડાપ્રધાના કાર્યક્રમમાં રોશની માટે મનપાએ 15 લાખ ખર્ચા

Admin

ભારત ઇલેક્ટ્રોનિક્સે ૫૯૬ કરોડ રૂપિયાના વધારાના ઓર્ડર મેળવવા માટે આગળ વધ્યું…!!!

Gujarat Desk