Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

જુનાગઢ માં વડાપ્રધાના કાર્યક્રમમાં રોશની માટે મનપાએ 15 લાખ ખર્ચા

જૂનાગઢમાં વડાપ્રધાન ની સભા થઈ હતી જેના માટે કોર્પોરેશને 15,00,000 નો ખર્ચ દર્શાવ્યો હોય તેની સામે કોંગ્રેસી કોર્પોરેટરે વિરોધ વ્યક્ત કર્યો છે તેમણે આ ખર્ચમાં યોગ્ય તપાસ કરી બાદમાં જ બિલ ચૂકવવા માંગ કરી છે આ અંગે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ મનપાના કમિશનરને પત્ર પાઠવ્યો છે પત્રમાં જણાવ્યું છે કે 19 ઓક્ટોબર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂનાગઢમાં સભા યોજાઈ હતી આ સભાને લઈ મનપાની બિલ્ડીંગ તેમજ શહેરના સર્કલોને રોશની થી શણગારાયા હતા તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર સ્વાગત અન્વયે મનપાના પદાધિકારીઓના ફોટા સાથેના હોડિગસ બોર્ડ લગાવાયા હતા આ પ્રચાર પ્રસાર પાછળ રૂપિયા 15,00,000 નો ખર્ચ ગણાય છે જેનો સ્થાયી સમિતિમાં પરિપત્ર નંબર 12 આઈટમ નંબર 1થી રજુ કરાયો છે ત્યારે પક્ષના કાર્યક્રમ માટેનો ખર્ચ પ્રજાના નાણાંમાંથી કઈ રીતે ચૂકવી શકાય? ત્યારે આ ખર્ચના ચુકાદા માટે ખાસ સમિતિની રચના કરી આખરે થયેલ ખર્ચની રકમ જ ચૂકવવામાં આવે અને એ રીતે પ્રજાના પૈસે પક્ષ માટે થતાં તાયફા બંધ કરવામાં આવે તેવી મંજુલાબેન પણસારાએ માંગ કરી છે

संबंधित पोस्ट

‘સતર્ક રહો’: ઈરાન-અમેરિકા તણાવમાં વધારો વચ્ચે ભારતે ઇઝરાયલમાં નાગરિકોને ચેતવણી આપી

Gujarat Desk

૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી-૨૦૨૫

Gujarat Desk

યુકેના વિમાનોએ રશિયન સરહદ નજીક યુએસ, નાટો સાથે 12 કલાકનું મિશન ઉડાન ભર્યું

Gujarat Desk

આજ નું પંચાંગ (02/06/2025)

Gujarat Desk

RBIની ચેતવણી બાદ બેંકોનું ગોલ્ડ લોનમાં સાવચેતીભર્યું વલણ…!!

Gujarat Desk

ગુજરાત પોલીસના કાફલામાં 50 QRT બાઈકનો ઉમેરો: ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે

Gujarat Desk