Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

જેના દ્વારા દિલના દ્વાર ખુલે તેને દિવાળી કહેવામાં આવે છે

ગિરનાર તીર્થ ની ગોદમાં આવેલ ગિરનાર દર્શન યાત્રિક ભવનમાં જૈનાચાર્ય હેમવલ્લભસુરિજી મહારાજની નિશ્રામાં ચતુર્માસની ઉજવણી કરાઈ રહી છે દરમિયાન પદ્મદર્શન વિજયજી મહારાજે કહ્યું હતું કે દિવાળીના દિવસોમાં માત્ર ઘરની સાફ સફાઈ જ કરવાની નથી પણ હૃદયની અંદર રહેલી શ્યામલતાને દૂર કરી શુકલતા ને પ્રાપ્ત કરવાની છે દિવાળી સમયની ઉજવણી પર્વ છે વર્ષ દરમિયાન થયેલી ઉપલબ્ધિઓની ઉજવણીનો આ તહેવાર છે ભારતીય સંસ્કૃતિમાં દિવાળી પર્વ નું મહત્વ અદકેરું છે કેલેન્ડરના ડટ્ટાનું અંતિમ પાનું આજે છે આવતીકાલે એ પણ ખરી જશે જીવનના વર્ષો અને અંતિમ શ્વાસ નીકળી જશે સતકર્મોની પ્રેરણા આપતું પર્વ એટલે દિવાળી સાચી દિવાળીની ઉજવણી અનાથઆશ્રમમાં અશક્તઆશ્રમો અંધજનોના આશ્રમોમાં અને પીડિતોની વહારે જઈને એના મોઢા મીઠા કરાવી થઈ શકે છે દિવાળીના દિવસે પ્રભુ મહાવીર દેવનું નિર્માણ થયું હતું પ્રભુનું નિર્માણ પ્રભુ માટે મુક્તિ છે માટે સારું કહેવાય પણ આપણા હૈયામાંથી પ્રભુનું નિર્માણ ના થવું જોઈએ જૈન માટે આજનો દિવસ આઘાત અને શોકનો દિવસ છે દિનદુખિયા અને જરૂરતમંદોની આતરડી ઠારવી તે દિવાળીની ઉજવણી છે

संबंधित पोस्ट

જ્ઞાનપ્રકાશ સ્વામી નંબર પ્લેટ વગરની કાળી સ્કોરપીઓ ગાડીમાં વીરપુર પહોંચ્યા; ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાછળના રસ્તે મંદિરમાં અંદર લઈ જવાયા

Gujarat Desk

નરેન્દ્ર મોદીએ ભરુચ વાસીઓને કહ્યું, મારું એક કામ છે જે પર્સનલ છે તમે કરશો, આવું કેમ કહ્યું?

Admin

‘સતર્ક રહો’: ઈરાન-અમેરિકા તણાવમાં વધારો વચ્ચે ભારતે ઇઝરાયલમાં નાગરિકોને ચેતવણી આપી

Gujarat Desk

રેલવે ટ્રેન ઉપડવાના 24 કલાક પહેલા કન્ફર્મ સીટો સાથે અંતિમ પેસેન્જર ચાર્ટ જારી કરશે

Gujarat Desk

મહારાષ્ટ્ર સરકારે અધિકારીઓ માટે સાંસદો અને ધારાસભ્યોનું સન્માન અને સહાય કરવા માટે વિગતવાર પ્રોટોકોલ જારી કર્યા

Gujarat Desk

SSA ફંડને લઈને ભૂખ હડતાળ પર રહેલા કોંગ્રેસના સાંસદ શશિકાંત સેન્થિલને ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

Gujarat Desk