Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ભારત પર ટેરિફ પછી રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું…!!

અમેરિકાએ ભારતના માલસામાન પર ટેરિફ ૫૦% વધાર્યા બાદ ભારત માટે રશિયાનું ક્રુડ તેલ વધુ સસ્તુ બન્યું છે. રિપોર્ટ મુજબ, જુલાઈમાં બ્રેન્ટ ક્રુડની તુલનામાં રશિયાનું ક્રુડ ફક્ત ૧ ડોલર સસ્તું મળતું હતું, પરંતુ હવે આ તફાવત વધી ૩થી ૪ ડોલર સુધી પહોંચી ગયો છે. ઓગસ્ટમાં આ ડિસ્કાઉન્ટ ૨.૫૦ ડોલર હતો, જ્યારે સપ્ટેમ્બર અંત તથા ઓક્ટોબર ડિલિવરી માટેના ભાવમાં વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી બાજુ અમેરિકાનું ક્રુડ ઓઈલ બ્રેન્ટ કરતા ૩ ડોલરના પ્રીમિયમે ઓફર કરવામાં આવી રહ્યું છે.

ભારત વિશ્વનો ત્રીજો મોટો ક્રુડ તેલ આયાતકાર દેશ છે. ૨૦૨૨ પહેલા ભારતની રશિયા પરથી ક્રુડ આયાત એક ટકાથી પણ ઓછી હતી, પરંતુ હવે તે વધીને ૪૦ ટકા સુધી પહોંચી ગઈ છે. નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ભારતની સરેરાશ દૈનિક ૫૪ લાખ બેરલ્સ આયાતમાં ૩૬ ટકા હિસ્સો રશિયાનો રહ્યો, જે ઈરાક, યુએઈ, અમેરિકા અને સાઉદી અરેબિયાથી મળતા પુરવઠા કરતાં વધારે છે. ભારતનો દાવો છે કે રશિયા પર એવા કોઈ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ નથી જે તેના ક્રુડની ખરીદી સામે અવરોધ ઉભો કરે. હાલ રશિયાનું ક્રુડ વધુ સસ્તુ થવાથી ભારત તેની ખરીદીમાં વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે.

संबंधित पोस्ट

કેન્દ્ર સરકારે અમિત ખરેને ભારતના ઉપરાષ્ટ્રપતિના સચિવ તરીકે નિયુક્ત કર્યા

Gujarat Desk

દૈનિક રાશિફળ (૧૩/૦૧/૨૦૨૬)

Gujarat Desk

અમેરિકન ટેરિફથી ભારતીય ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ અડધી થવાની ધારણા…!!

Gujarat Desk

આજે વડાપ્રધાન મોદી નવી દિલ્હીમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજના શતાબ્દી સમારોહનું ઉદ્ઘાટન કરશે

Gujarat Desk

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ગોલ્ડ લોનમાં રેકોર્ડ વૃદ્ધિ…!!

Gujarat Desk

વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં પારસી અગિયારી ગ્રાઉન્ડ ખાતે ઝોનલ કક્ષાના ખાદી પ્રદર્શનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Gujarat Desk