Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 96,243 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 4,311 ઉમેદવારો પાસ થયા છે. હવે આ પરીક્ષાર્થી મેઇન પરીક્ષામાં બેસી શકશે. પરિણામની સાથે કટ ઓફ માર્કની યાદી પણ જાહેર કરવામાં આવી છે.

2939 પુરૂષ ઉમેદવારો પ્રીલિમ પરીક્ષામાં પાસ થયા છે. ટુંક સમયમાં મેઇન પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. 1382 બેઠક માટે 96 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. 6 માર્ચે પીએસઆઇની પ્રીલિમિનરીની પરીક્ષા યોજાઇ હતી. પીએસઆઇ ભરતી બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.

રાજ્યમાં 3 ડિસેમ્બરથી પીએસઆઇની શારીરિક કસોટી લેવામાં આવી હતી. આ શારીરિક કસોટીમાં લાખોની સંખ્યામાં ઉમેદવારો સરકારી નોકરી મેળવવા માટે આવ્યા હતા.

પીએસઆઇની પરીક્ષામાં હજારો પરીક્ષાર્થી મહેનત કરતા હોય છે ત્યારે 4,311 ઉમેદવારો પાસ થયા છે. 1,313 મહિલા ઉમેદવાર પણ આ પરીક્ષામાં પાસ થયા છે. પીએસઆઇની મેઇન પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવી શકે છે. પાસ થયેલા પરીક્ષાર્થીઓએ મહેનત કરવા લાગી જવુ જોઇએ. પુરૂષ જનરલ કેટેગરી માટે કટ ઓફ માર્કસ 75 રાખવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, જાણો આ સીઝનમાં કેટલા ટકા પડ્યો વરસાદ

Karnavati 24 News

૧૧૬ PSI ની આંતરીક બદલી ના આદેશ જાહેર થયાં…

Karnavati 24 News

સુરત: યૂ ટ્યુબ ફેમ ખજૂરભાઈના ઘરે તસ્કરો ત્રાટકયા,તાઉતે વાવાઝોડા દરમિયાન અનેક લોકોની મદદ કરનારા નીતિન જાનીના ઘરે તસ્કરોએ કરી ચોરી

Karnavati 24 News

ભરૂચ:ઝંગાર ગામ નજીક ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો

Karnavati 24 News

નરેન્દ્રભાઇ મોદીના પ્રવાસના બીજા દિવસે આજે વેરાવળ પછી ધોરાજી ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ

Admin

ટ્રાફિક ડ્રાઇવ બાદ હવે ડ્રીંક એન્ડ ડ્રાઇવ ના કેસો માટે પણ 5 દિવસ ડ્રાઇવ ચલાવવામાં આવશે

Karnavati 24 News