Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ટ્રાફિક ડ્રાઇવ બાદ હવે ડ્રીંક એન્ડ ડ્રાઇવ ના કેસો માટે પણ 5 દિવસ ડ્રાઇવ ચલાવવામાં આવશે

હેલ્મેટ ના પહેરેલા અને સીટ બેલ્ટ વિના ફરતા લોકોને પકડવા માટેની ડ્રાઇવ ચલાવવામાં આવી હતી ત્યારે હવે ડ્રીંક એન્ડ ડ્રાઇવ ના કેસો પણ કરવામાં આવશે. હોળી ઠેવારને ધ્યાનમાં રાખી કેટલાક લોકો આ રીતે દારૂ પી ફરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

નશો કરીને વાહન ચલાવતા હોવાને કારણે અકસ્માતની શકયતા રહે છે.હોળી-ધુળેટીના પર્વમાં લોકો પર કાબૂ મેળવવા માટે આ ડ્રાઇવ આજથી શરૂ કરવામાં આવી છે.
જેથી કોઇપણ વાહન ચાલકે દારૂ પીધો છે કે નહીં તે ચેક કરવા માટે પોલીસ બ્રિથ એનલાઈઝરનો ઉપયોગ કરશે. 5 દિવસ સુધી આ ડ્રાઇવ ચલાવવામાં આવશે.
પોલીસ પાસે 597 બ્રિથ એનલાઈઝર મશીન છે. જેમાં 297 ટ્રાફિક પોલીસને અને 300 લોકલ પોલીસને આપવામાં આવશે. ડ્રાઈવ દરમિયાન દરેક પોલીસ સ્ટેશને કરેલી કામગીરીની માહિતી કમિશનર કચેરી ખાતે મોકલી આપવાની રહેશે. તેવો આદેશ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે.
અગાઉ ગુજરાતમા 15 માર્ચ સુધી ટ્રાફિક ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. પોલીસને હેલ્મેટ તથા સીટબેલ્ટ ભંગ કરતા લોકો સાથે વધુમાં વધુ કેસ કરવા આદેશ આપ્યો હતો
ગૃહ વિભાગ દ્વારા અમદાવાદમાં તેમજ અન્ય શહેરોમાં ટ્રાફિક ડ્રાઇવ ચાલી હતી જેમાં અમદાવાદ માં જ ફક્ત 9 દિવસમાં 24 લાખ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

 જામનગરવાસીઓને થયો હિલ સ્ટેશનનો અહેસાસ, શહેર ધુમ્મસની આગોસમાં

Karnavati 24 News

સોનું અને ચાંદી મોંઘા થયા પછી પણ ગ્રાહકોએ સસ્તી ખરીદી કરવી જોઈએ

Karnavati 24 News

રાજકોટ જિલ્લા ના જેતલસર ગામે જતી રેલ્વે લાઈન નું ગેજ પરિવર્તન સંપૂર્ણ

Karnavati 24 News

એર ઈન્ડિયાના કર્મચારીઓ ના હવે પગાર વધારા ની સાથે આ સુવિધા પણ મળી રહેશે

Karnavati 24 News

લાઠી – ૯૬, વિધાનસભાની બેઠક માટે જામશે ખરાખરીનો જંગ..!! લડવા માંગતા કાર્યકરોમાં સળવળાટ..

Karnavati 24 News

આસામમાં પૂરને કારણે સ્થળાંતર કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે

Admin