Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગુજરાત સ્થાપના દિનને લઇ ને પાટણના જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર પાથરવામાં આવ્યું

ગુજરાતના ગૌરવ દિવસની ઉજવણીને લઇ પાટણ શહેરની કાયાપલટ કરવામાં આવી રહી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરને નવા રંગરૂપ આપી જાણે તેની ખામીઓ ઢાંકતા હોય તેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરના રાજમાર્ગો પર ડામર પાથરી તેની સજાવટ શરૂ કરાઇ છે.

ઐતિહાસિક પાટણ નગરમાં ગુજરાતના 62મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિત વિવિધ મંત્રીઓના કાફલાના વાહનો જે માર્ગો પરથી પસાર થવાના છે તેવા જૂના હયાત માર્ગો પર ડામરનું લેયર કરી તેની સજાવટ કરવામાં આવી રહી છે.

પાટણના યુનિવર્સિટી ગ્રાઉન્ડ તેમજ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સ્થાપના દિવસને લઈ વિવિધ કાર્યક્રમો યોજાવાના છે. ત્યારે હાલમાં ટીબી ત્રણ રસ્તાથી યુનિવર્સિટી, રાજમહેલ રોડને જોડતા અન્ય હયાત માર્ગો પર ડામરનું લેયર કરી તેની સજાવટ કરવામાં આવી રહી છે. જો કે શહેરના કોટ વિસ્તારમાં આજેપણ અનેક ઉબડખાબડ માર્ગો હોવા છતાં તેવા માર્ગોનું ધણા સમયથી સમારકામ તો ઠીક પરંતુ પાલિકાના સત્તાધિશો દ્વારા તેને જોવાની પણ તસ્દી લેવામાં આવી નથી.

એક તરફ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે અસહ્ય ગરમીને કારણે શહેરના હયાત માર્ગો પર કરાયેલા ડામરનું લેયર સ્થાપના દિવસ પહેલા જ જો પીંગળી જાય તો આ રોડનો મેકઅપ ઉતરી જશે તેવી ચર્ચાઓ લોકોમાં જોવા મળી રહી છે. હાલમાં તો સ્થાપના દિવસની ઉજવણીને લઇ અસ્વચ્છ અને સુવિધાઓથી વંચિત પાટણ શહેર જાણે નવા રંગરૂપ ધારણ કરતું હોય તેમ તૈયારીઓ જોવા મળી રહી છે.

संबंधित पोस्ट

આગામી 5 દિવસમાં ગુજરાતીઓ કાળઝાળ ગરમીથી શેકાશે

Gujarat Desk

ગુજરાત વિધાનસભામાં સ્પીચ માટે પ્રથમ વખત AI નો ઉપયોગ થયો; રાજ્યપાલશ્રીના ઉદબોધન પર ચર્ચા માટે મંત્રીશ્રી ઋષિકેશ પટેલે અભિભાષણમાં AI જનરેટેડ કવિતાનો ઉપયોગ કર્યો

Gujarat Desk

જુલાઈમાં અમેરિકામાં ભારતની કાપડ નિકાસ ૯% વધી, ચીનની નિકાસ ૩૫% ઘટી…!!

Gujarat Desk

અમદાવાદ GPOની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

Gujarat Desk

આજનું રાશિફળ (૩૦/૧૧/૨૦૨૫)

Gujarat Desk

અમદાવાદમાં સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત ડિમોલિશન પૂર્ણ, સાબરમતી નદીના પટમાં કરાયું ‘કન્ટ્રોલ્ડ ડિમોલિશન’

Gujarat Desk