Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ગાંધીનગર જિલ્લામાં મે મહિનામાં યુવાનોમાં મેગા જોબ ફેર યોજવામાં આવશે

ગાંધીનગર જિલ્લામાં મે- ૨૦૨૨માં

મેગા જોબ ફેર યોજવામાં આવશે. રોજગારીનો પ્રશ્ન વિકટ બનતો જઈ રહ્યો છે ત્યારે ઝડપી રોજગારી આપવાની દિશા તરફ કામગીરી કરવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લા રોજગાર અને વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગારવાંચ્છુંકોને રોજગારીની ઉમદા તક મળી રહે તેવા હેતુસર જીલ્લાકક્ષાના ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન મે-૨૦૨૨માં કરવામાં આવનાર છે.
જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું છે કે, ભરતીમેળામાં રોજગારવાંચ્છુંકોને પોતાના કૌશલ્યને અનુરૂપ પસંદગીની બહોળી તક મળી રહે તેમજ જાહેરક્ષેત્ર અને ખાનગીક્ષેત્રના એકમોને એકમ ખાતે ખાલી પડેલ જગ્યાની વિગત જીલ્લા રોજગાર કચેરીગાંધીનગર ખાતે નોંધાવવા આમંત્રિત કરવામાં આવે છે.
રોજગાર ભરતી મેળાના માધ્યમથી એકમોને જરૂરિયાત મુજબના કૌશલ્યબદ્ધ ઉમેદવારો મળી રહે તે હેતુસર ખાલી જગ્યાઓની નોંધણી અનુબંધમવેબ પોર્ટલ anubandham.gujarat.gov.in પરકરી શકાશે અથવા આપેલ ગુગલ ફોર્મલીંક https://rb.gy/kq0yll પર જરૂરી માહિતી ભરીને તા.૩૦/૦૪/૨૦૨૨ સુધીમાં વેકેન્સી સબમિટ કરવાની રહેશે. તેમજ જોબસીકર તરીકે ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ આપેલગુગલ ફોર્મ લીંક https://rb.gy/92mkz0 આપનું રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવ્યું છે. વધુ જાણકારી માટે રોજગાર હેલ્પલાઇન નંબર- ૬૩૫૭૩૯૦૩૯૦ પર ફોન કરી માહિતી મેળવી શકાશે, તેવું પણ જણાવ્યું છે.

संबंधित पोस्ट

Zumeist offerte die Erreichbar Casinos nachfolgende Art durch Pramie fur angewandten unter anderem zwei oder mehr Spielautomaten an

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

Gujarat Desk

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાથીની અમેરિકામાં ગોળી મારીને હત્યા, હરીફ ગેંગે જવાબદારી લીધી

Gujarat Desk

ભાવનગરમાં નકલી ઈનવોઈસ અને ક્વોટેશન બનાવી રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી

Gujarat Desk

S&Pએ ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ૬.૫% પર સ્થિર રાખ્યો…!!

Gujarat Desk

AI દેશને આપશે ૨ ટ્રિલિયન ડોલરનો આર્થિક ફાળો : નીતિ આયોગનો રિપોર્ટ

Gujarat Desk