Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દસાડાના વણોદ ગામે યુવક પર ચાર શખ્સનો લાકડી વડે હુમલો, શખ્સે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી



(જી.એન.એસ) તા.૬

સુરેન્દ્રનગર,

દસાડા તાલુકાના વણોદ ગામે એક શખ્સને નજીવી બાબતે ચાર શખ્સોએ લાકડીઓ વડે મારમારી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનાર શખ્સે દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દસાડાના વણોદ ગામે રહેતા સોહિલભાઈ સીકંદરભાઈ સીપાઈ અને તેમનો મિત્ર મુબારક બંને બેચરાજી હાઈવે પર આવેલી એક હોટલમાં જમીને રાત્રીના સમયે બહાર ઉભા હતા. તે દરમિયાન ચાર શખ્સોએ લાકડી લઈ એકસંપ થઈ સોહિલભાઈ પાસે આવ્યા હતા અને સોહિલભાઈના કૌટુંમ્બીક દાદીનો દિકરો અબ્બાસભાઈ અબ્દુલભાઈ વાઘેલા ને વણોદ કેમ બોલાવે છે અને સાથે કેમ ફરે છે તેમ જણાવી સોહિલભાઈને અપશબ્દો બોલી એકસંપ થઈ લાકડીઓ વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે સોહિલભાઈએ દસાડા પોલીસ મથકે રીઝવાનભાઈ મલેકભાઈ સીપાઈ, આબીદભાઈ મલેકભાઈ સીપાઈ, ઈકબાલભાઈ ફકીરભાઈ સીપાઈ અને ફારૂકભાઈ મલેકભાઈ સીપાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

संबंधित पोस्ट

લાયક ઉમેદવારો www.joinindianarmy.nic.in વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરી શકશે

Gujarat Desk

જીએસટી સુધારાથી દેશને રૂ.૨૦ લાખ કરોડનો ફાયદો થશે : કેન્દ્ર સરકારનો દાવો

Gujarat Desk

દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી લેટરકાંડના ફરિયાદીનો નાર્કોટેસ્ટ કરાવવાની માગ કરી

Gujarat Desk

ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદન ૪% વધ્યું, માઈનિંગમાં ૬%નો ઉછાળો…!!

Gujarat Desk

ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી: છેલ્લા ૧૫ દિવસમાં ૧૨ મહત્વના સાયબર કેસ ઉકેલાયા

Gujarat Desk

સેશન્સ કોર્ટે રેનીના જામીન નકારતા તે જામીન અરજી લઈને ગુજરાત હાઇકોર્ટ પહોંચી

Gujarat Desk