Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ઔરંગાબાદના વકીલ અને અસીલ વચ્ચે તકરાર થતા આ ચાર શખ્સો દ્વારા વકીલને માર મારવામાં આવ્યો : વકીલને ચાર શખ્સોએ માર માર્યો શરૂ



(જી.એન.એસ) તા.૬

ગાંધીનગર,

ગાંધીનગર કોર્ટમાં ચેક રિટર્નના કેસની મુદત ભરવા માટે મહારાષ્ટ્રના ઓરંગાબાદથી વકીલ અસીલ અને તેના ભાઈ તેમજ પિતા આવ્યા હતા. આ દરમિયાન અસીલ અને વકીલ વચ્ચે તકરાર થતા આ ચાર શખ્સો દ્વારા વકીલને માર મારવામાં આવ્યો હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના ઓરંગાબાદ ખાતે રહેતા અને ડીસ્ટ્રીક કોર્ટમાં વકીલાત કરતા સંકેત પોપટરાવ જાદવ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના અસીલ ગણેશ કુંડલીક ફાળકે,રહે નારાલા ઓરંગાબાદ મહારાષ્ટ્રને ગાંધીનગર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલતો હોવાથી ગત ગુરુવારે તેમના સહાયક વકીલ તેમજ ગણેશ ફાળકે તેના પિતા કુંડલીક ફાળકે અને ભાઈ મનોજ ગાંધીનગર આવવા માટે નીકળ્યા હતા અને જ્યાં શુક્રવારે ગાંધીનગર કોર્ટમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અરજદારને ૫૦ હજાર રૃપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેથી ગણેશએ વકીલને કહ્યું હતું કે મેં તમારા કહેવાથી ફરિયાદીને ઓનલાઈન રૃપિયા આપ્યા છે. જે પૈસા આપણે કોર્ટમાં આપવાના હતા.જેથી વકીલ અને ગણેશ વચ્ચે તકરાર થઈ હતી અને ત્યારબાદ આ તમામ વ્યક્તિઓ હોટલમાં ગયા હતા. આ દરમિયાન રાત્રે વકીલ સંકેત જાદવ અને તેનો સાથી વકીલ ત્યાંથી બસ સ્ટેન્ડ તરફ જવા માટે નીકળી રહ્યા હતા તે દરમિયાન ગણેશ તેનો ભાઈ મનોજ, પિતા કુંડલી ફાળકે તેમજ પરમેશ્વર થોરત નામનો વ્યક્તિ ત્યાં આવ્યા હતા અને તારે અમારો કેસ લડવો જ પડશે તેમ કહીને ગળદા પાટુનો માર માર્યો હતો. જેથી વકીલ સંકેત જાદવ દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી હતી અને આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

संबंधित पोस्ट

રાજુલા જાફરાબાદ ખાંભા મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તરફથી રાજુલા જાફરાબાદ ખાંભા ત્રણેય નાં ક્ષય (ટીબી) નાં દર્દીઓ ને ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી હતી

Karnavati 24 News

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક દ્વારા માત્ર ₹149 માં ‘પ્રીમિયમ આરોગ્ય બચત ખાતા’ની શરૂઆત – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે વધુમાં વધુ લોકોને જોડાવા કરી અપીલ

Gujarat Desk

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. ૩૦મી જૂન, સોમવારે યોજાશે

Gujarat Desk

दिल्ली: खूंखार कुत्तों ने नोंचकर 2 मासूम भाइयों के टुकड़े कर ले ली जान, MCD की कार्रवाई पर उठे सवाल!

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન – જન સુધી પહોચી આરોગ્ય સેવા

Gujarat Desk

1લીફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદના વિશાળ કેમ્પસમાં ગુજરાત STEM ક્વિઝ 3.0 ના ગ્રાન્ડ ફિનાલેનું આયોજન

Gujarat Desk