Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણસ્થાનિક સમાચાર

 15-18 વર્ષના બાળકોને લાગી રહી છે કોરોના વેક્સીન, 6 લાખથી વધુએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર 15થી 18 વર્ષના બાળકોનું વેક્સીનેશન 3 જાન્યુઆરીથી શરૂ થઇ ગયુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશોને જાહેર કર્યુ છે કે 15-18 વર્ષના બાળકોને માત્ર કોવેક્સીન આપવામાં આવશે જેના ડોઝ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને મોકલી દેવામાં આવ્યા છે.

1 જાન્યુઆરી 2020માં આ વેક્સીનેશન માટે કોવિન એપ પર રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયુ છે, રજિસ્ટ્રેશન વગર પણ વેક્સીનેશન કેન્દ્રમાં જઇને વેક્સીન લઇ શકે છે. 6 લાખ 35 હજારથી વધુ બાળકોએ તેની માટે રજિસ્ટ્રેશન કર્યુ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 2007 અથવા તે પહેલા જન્મેલા બાળકો જ વેક્સીન લઇ શકે છે, બીજી તરફ વેક્સીન લેવાના તુરંત બાદ અડધા કલાક સુધી વેક્સીનેશન કેન્દ્ર પર રાહ જોવી પડશે જેથી કોઇ સમસ્યા થવા પર તેની સારવાર કરી શકાય.

બીજો ડોઝ 28 દિવસ પછી લઇ શકાય છે

આ સિવાય મંત્રાલયે તમામ રાજ્યોને સૂચના આપી છે કે 15થી 18 વર્ષના બાળકો માટે અલગથી વેક્સીનેશન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે અથવા પછી વેક્સીનેશન કેન્દ્ર પર તેમની માટે અલગથી લાઇન હોય જેથી વેક્સીન આપતા સમયે કોઇ ગડબડ ના થાય.

બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી હતી કે 10 જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ એટલે કે વેક્સીનનો ત્રીજો ડોઝ 60 વર્ષથી વધુની ઉંમરના તે લોકો જેમણે કો-મોર્ડિટી છે તેમણે પણ પોતાના ડૉક્ટરની સલાહ પર જ વેક્સીનનો ત્રીજો ડોઝ લેવાનો છે.

संबंधित पोस्ट

ટેમી હેમ્બ્રોએ હૃદયદ્રાવક વિડિઓમાં લવ આઇલેન્ડ સ્ટાર મેટ ઝુકોવસ્કીથી છૂટાછેડાની જાહેરાત કરી; ‘હું કોઈને દોષ આપતી નથી પણ…’ હોસ્પિટલમાં દાખલ

Gujarat Desk

બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા લઘુમતી પર વધી રહેલા હુમલાઓ વચ્ચે નરસિંગડીમાં હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો

Gujarat Desk

ઝેલેન્સકીની મુલાકાત દરમિયાન સ્પેન ‘નોંધપાત્ર’ યુક્રેન સહાય પેકેજની જાહેરાત કરશે

Gujarat Desk

અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક સામે ફરિયાદ

Gujarat Desk

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Karnavati 24 News

PM મોદીએ સાયન્સ સિટી અમદાવાદમાં આયોજિત કેન્દ્ર-રાજ્ય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કર્યું

Karnavati 24 News