Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

બેઠકમાં ઉંમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરના હની ડ્રગ્‍સ પ્રા. લિ. કંપની સરીગામના કંપનીના કામદારોને યોગ્‍ય વેતન અને પી. એફ. ન જમા કરવા બાબતેના પ્રશ્ને મદદનીશ શ્રમ આયુકત અને પી. એફ. કમિશનર વાપીને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા જિલ્‍લા વિકાસ અધિકારીએ જણાવ્‍યું હતું. ધરમપુરના અરજદાર સીતારામભાઇ રામજીભાઇ માંગી કે જેઓ 60 વર્ષથી વન ધારા- 2005 પ્રમાણે ખેતી કરતા આવેલા છે તે જમીન એફ. આર. સી. માં આપવા બાબતની ધારાસભય પાટકરની રજૂઆત બાબતે પ્રાયોજના વહીવટદાર વલસાડ દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 હેઠળ વનવાસી અનુસૂચિત જનજાતિ અને અન્‍ય પરંપરાગત વનવાસીઓને઼ રહેઠાણ અને ખેતીની જમીન માટેના કિસ્‍સાઓમાં વર્ષઃ 2005 પહેલાનો જમીનનો કબજો ધરાવતા હોય અને તે કબજો વર્ષઃ 2007 સુધી ચાલુ હોય તેવા કિસ્‍સાઓમાં સરકારશ્રીના નિયત નમૂનામાં જરૂરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે સંબધિત ગામની વન સમિતિને અરજી કરવાની રહે છે તે મુજબ સંબધિત અરજદારે અરજી કર્યા બાદ જરૂરી વન જમીન ફાળવવામાં આવશે એમ જણાવેલ છે. દમણગંગા સુગર ફેકટરીની 8 એકરની જમીન જે ખેડૂતોની નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા લેવામાં આવી છે તેમને હાલના બજારભાવ પ્રમાણે વળતર આપવા ધારાસભ્‍ય ઉમરગામે રજુઆત કરતાં આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે નાયબ કલેકટર વલસાડને અધ્‍યક્ષસ્‍થાનેથી જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્‍યું હતું. વલસાડના ધારાસભ્‍ય ભરતભાઇ પટેલના વલસાડ શહેરમાં વિવિધ રસ્‍તાઓ પરના દબાણો હટાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં આઝાદ ચોકથી મસ્‍જીદથી કોંસબા જતા રોડ, એમ. જી. રોડ, શાકભાજી માર્કેટ રોડ, રૂરલ પોલીસ સ્‍ટેશનથી તાલુકા પંચાયત સુધીના રોડ પર ગેરકાયદેસરના દબાણો દૂર કરવા માટે જણાવ્‍યું હતું. આ બાબતે ચીફ ઓફિસર વલસાડને જરૂરી સર્વે કરી માપણી કરવા અને જે મકાનો લાઇનદોરીની બહાર હોય તેમને વલસાડ પોલીસનો સહકાર લઇને આ દબાણો આગામી સપ્‍તાહમાં દૂર કરવા જરૂરી કાર્યવાહી કરવા માટે જિલ્‍લા વિકાસ અધિકારીએ જણાવ્‍યું હતું. વલસાડ જિલ્‍લા પંચાયતના સામાજીક ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ ધવલ પટેલની નાની સરોણ ગામે નેશનલ હાઇવે નં.-48 ઉપર ઓવરબ્રિજનું નિર્માણ કરવા બાબતની રજૂઆત બાબતે નેશનલ હાઇવે ઓથોરીટીને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે અધ્‍યક્ષએ જણાવ્‍યું હતું. ભાગ-2 માં જિલ્‍લા કલેકટરએ નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી 24 માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-2005 હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વલસાડ જિલ્‍લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહ, જિલ્‍લા પોલીસ અધિક્ષક રાજદીપસિહ ઝાલા, નિવાસી અધિક કલેકટર અનસૂયા આર.ઝા, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ નીલેશ કુકડીયા, આનંદુ સુરેશ ગોવિંદ, કેતુલ ઇટાલીયા, સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક યદુ ભારદ્વાજ, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક નીશા રાજ, ગ્રામવિકાસ એજન્‍સીના નિયામક જે. પી. મયાત્રા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી. જે. વસાવા, તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

संबंधित पोस्ट

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

રાજકોટ શહેરમાં તિરંગો જમા કરાવ્યા બાદ વિનામૂલ્યે ચા આપવામાં આવી રહી છે

Karnavati 24 News

Security intensified at Delhi borders ahead of Kisan Mahapanchayat sare

અરુણાચલ પ્રદેશ: સીએમ પેમા ખાંડુના ભાઈનું નિધન, બીજેપી ધારાસભ્ય હતા જંબે તાશી

Admin

ભાજપ- સપામાંથી ઉધના વિધાનસભા વિસ્તારમાંથી 1200થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા – આપનો દાવો

Karnavati 24 News

ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો! પોલીસની બલિઠા ટ્રાફિક ને લઈને મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી