Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો! પોલીસની બલિઠા ટ્રાફિક ને લઈને મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી

મોરાઈ ફાટક બંધ થવાથી દમણ તરફનો વાહનવ્યવહાર હાલ બલિઠા ફાટક તરફથી હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ માર્ગ સાંકડો હોય ટ્રાફિક જામની અને ઇમર્જન્સી આવગામનની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે, બુધવારે બલિઠા રેલવે ફાટક પર બ્રિજની કામગીરી અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ઉપસ્થિત મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આગેવાનોએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો. તેમજ ટાઉન PI સરવૈયા સાથે ટ્રાફિકને લઈને જીભાજોડી કરી હતી. ઉદ્યોગકારોએ બલિઠા ફાટક પર બનનાર ઓવર બ્રિજનું કામ ટલ્લે ચડ્યું છે. મોરાઈ ફાટક બંધ થવાથી અહીં ફાટક પર જ્યારે જ્યારે ટ્રેનના આવાગમન સમયે ફાટક બંધ કરવામાં આવશે ત્યારે વાહનોની લાંબી કતારો લાગશે અને હાઇવે પર ટ્રાફિક જામ થશે. જો તેનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉદ્યોગકારો પોતે ચક્કાજામ કરશે તેવી ચીમકી PI સરવૈયા સામે ઉચ્ચારતા PI સરવૈયાએ ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી આપી હતી કે ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો….. ખોટી વાત કરશો અને ટ્રાફિક જામ કરવાની વાત કરશો તો પોલીસ પગલાં ભરશે…. તેમાં પોલીસ અને ઉદ્યોગકારો આમને સામને આવશે……. ઉદ્યોગકારોની એલફેલ વાતો સાંભળી PI સરવૈયાએ MIA ના ઉદ્યોગકારોને આડે લીધા હતાં. PI સરવૈયાએ ઉદ્યોગકારોને ચેતવણી આપી હતી કે, ટ્રાફિક નિયમનનું કામ પોલીસનું છે. એમાં ખલેલ કરશો તો પોલીસ કાર્યવાહી કરશે. સરવૈયાનું કડક વલણ જોતા MIA ના ઉદ્યોગકારોની બોલતી બંધ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે બલિઠા ફાટકની સ્થળ મુલાકાત અને પ્રશ્નોના નિરાકરણ પ્રસંગે રેલવેના અધિકારીઓ, PWD ના અધિકારી, વલસાડ પ્રાંત અધિકારી, DGVCL ના અધિકારી, વાપી પોલીસ સ્ટેશનના PI સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે MIA ના ઉદ્યોગકારો જાણે પોતે જ સરકારના માય-બાપ હોય તેવો તોછડો વ્યવહાર કરતા જોવા મળ્યા હતા. જેને આખરે ટાઉન PI સરવૈયાએ ‘આતા માજી સટકલી’ સ્ટાઇલમાં સમજાવી ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવી દીધી હતી.

संबंधित पोस्ट

182 સીટના ઉમેદવારનું લિસ્ટ 2022

Admin

રક્ષા શક્તિ યૂનિવર્સિટી એક એક કેમ્પસ અન્ય રાજ્યોમાં ખૂલે તે પ્રકારે કામ કરશે : અમિત શાહ

Karnavati 24 News

ધર્માંતરણ મામલે ગાળિયો ભીંસાયો:આમોદના કાંકરિયાના પ્રકરણમાં વધુ 6 આરોપીની ધરપકડ, 10 ઝડપાયા; 150 આદિવાસી હિન્દુનું ધર્માંતરણ કરાવ્યું હતું

ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સંબોધન બેઠકમાં હાજરી આપતા જવાહરભાઈ ચાવડા

Karnavati 24 News

નાગાલેન્ડ અને મેઘાલય વિધાનસભા ચૂંટણીનો પ્રચાર આજે સમાપ્ત, 27 ફેબ્રુઆરીએ થશે મતદાન

Admin

પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે વંદે ગુજરાત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Karnavati 24 News