Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

સાંસારિક જીવનમાંથી‌ સંન્યાસ લીધા પછી પણ રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ ન ચુકતા જુનાગઢથી માણસા ગાંધીનગર મતદાન કરવા પહોંચેલા તારા નાથજી


કેટલીક વાર ઘર આંગણે મત મથક હોવા છતાં ૧૦ ડગલા ચાલી મત આપવા જવા આળસ કરતા લોકો માટે પ્રેરણા રૂપ માણસાનો કિસ્સો.

(જી.એન.એસ) તા. 16

ગાંધીનગર,

માણસામાં તારા નાથજી તરીકે ઓળખાતા મહિલા સાંસારિક મોહ-માયા માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે, અને જૂનાગઢમાં મહામંડલેશ્વર સ્નેહલ નંદગીરીજી તરીકે ઓળખાય છે. તેઓ જણાવે છે કે, સાંસારિક મોહ માયા ભલે ત્યજી હોય, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારી તેમને હંમેશા યાદ રહે છે. દેશ માટેની આ જ ફરજો માંથી એક એટલે ‘મતદાનની ફરજ’ છે. આ ફરજ પૂર્ણ કરવા તારા નાથજી જુનાગઢથી પોતાના વતન માણસા આવ્યા છે. અને તેમણે મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની પોતાની નૈતિક ફરજ પૂર્ણ કરી છે. સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, “મારા એક મતની કિંમત શું છે! તે હું સમજુ છું. અને એક મતથી આપણો દેશ કેટલી વિપદાઓ થકી બચી શકે છે તે પણ હું સારી રીતે જાણું છું એટલે જ આજે ઉત્સાહપૂર્વક મેં મતદાન કર્યું છે.”

संबंधित पोस्ट

દૈનિક રાશિફળ (૦૧/૦૭/૨૦૨૬)

Gujarat Desk

અમદાવાદ પોલીસે લંડનથી મોકલવામાં આવેલ ચોકલેટ અને બિસ્કિટના પાર્સલમાં 525 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો 

Gujarat Desk

જુલાઈ માસમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૯૩%નો નોંધપાત્ર ઉછાળો…!!

Gujarat Desk

ગુજરાતના કુલ ઘરેલુ ઉત્પાદન સામે દેવામાં છેલ્લા 10 વર્ષમાં 4.5%નો ઘટાડો, સરેરાશ 10 વર્ષની પ્રાથમિક ખાધ GSDPના માત્ર 0.3%: NCAER રિપોર્ટ

Gujarat Desk

શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે નવા ડીમેટ ખાતાના ઉમેરામાં ૪૦%નો ઘટાડો…!!

Gujarat Desk

મહાકુંભ માટે રાજ્યમાંથી 20થી વધુ સ્પેશિયલ ટ્રેન તેમજ અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટની પણ જાહેરાત કરવામાં આવી

Gujarat Desk