Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જુલાઈ માસમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ૯૩%નો નોંધપાત્ર ઉછાળો…!!

જુલાઈ ૨૦૨૫માં તહેવારોની સીઝન પહેલાં જ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં બમ્પર વધારો નોંધાયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના આંકડા મુજબ, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જુલાઈમાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં ૯૩%નો ઉછાળો નોંધાયો છે. જુલાઈ ૨૦૨૫માં કુલ ૧૫,૫૨૮ ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો વેચાયા હતા, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં વેચાણનો આંકડો ૮,૦૩૭ હતો. ટાટા મોટર્સે આ સેગમેન્ટમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને ૬,૦૪૭ યુનિટનું વેચાણ કરીને વાર્ષિક ધોરણે ૧૯%ની વૃદ્ધિ નોંધાવી છે.

પેસેન્જર ઇવી સેગમેન્ટે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યા છતાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માર્કેટમાં થોડો ઘટાડો નોંધાયો છે. જુલાઈમાં આ કેટેગરીનું વેચાણ ૪% ઘટીને ૧,૦૨,૯૭૩ યુનિટ રહ્યું, જ્યારે ગત વર્ષે આ જ મહિનામાં ૧,૦૭,૬૫૫ યુનિટનું વેચાણ થયું હતું. તેમ છતાં ટીવીએસ મોટર કંપનીએ મજબૂત સ્થિતિ જાળવી રાખી છે અને ૨૨,૨૫૬ યુનિટનું વેચાણ કરીને ૧૩%ની વૃદ્ધિ નોંધાવી છે.

ઇલેક્ટ્રિક થ્રી-વ્હીલર માર્કેટમાં જુલાઈ ૨૦૨૫માં ૯%ની વૃદ્ધિ સાથે કુલ ૬૯,૧૪૬ યુનિટ નોંધાયા છે. આ સેગમેન્ટમાં મહિન્દ્રા ગ્રુપે આગવી છાપ છોડી છે અને ૯,૭૬૬ યુનિટનું વેચાણ કરીને વાર્ષિક ધોરણે ૪૦%નો ઉછાળો નોંધાવ્યો છે. ઇલેક્ટ્રિક કોમર્શિયલ વાહન કેટેગરીમાં પણ તેજી જોવા મળી છે અને વાર્ષિક ધોરણે ૫૨%ની વૃદ્ધિ સાથે જુલાઈમાં ૧,૨૪૪ યુનિટનું વેચાણ થયું છે. આ આંકડા ફક્ત ઓટો ઉદ્યોગ માટે જ નહીં પરંતુ ગ્રીન મોબિલિટીના ભવિષ્ય માટે પણ મહત્વનો સંકેત આપે છે, તેમજ તહેવારોની સીઝનમાં આ વૃદ્ધિ વધુ તેજ બનવાની શક્યતા છે.

संबंधित पोस्ट

દિલ્હી એરપોર્ટ પર ₹4.83 કરોડનું હાઇડ્રોપોનિક ગાંજું જપ્ત; મુસાફરની ધરપકડ

Gujarat Desk

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ થયા સહભાગી

Gujarat Desk

શક્તિપીઠ અંબાજી ખાતે માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી, જ્યોત મિલાપ બાદ શક્તિદ્વાર ખાતે યોજાશે

Gujarat Desk

કચ્છના રણ રસ્તાની નાસાના ઉપગ્રહમાંથી પ્રથમ તસવીર : બંને બાજુ રણ અને વચ્ચે રસ્તાનું અલૌકિક દ્રશ્ય

Karnavati 24 News

સામખિયાળી-માળિયા હાઇવે પાસે અકસ્માતની ઘટનામાં એક સાથે 7 વાહનો ટકરાયા અને વડોદરા માં વિદ્યાર્થી ને અકસ્માત નડ્યો

Gujarat Desk

સાયન્સ સિટી ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન યોજાશે ગ્રાન્ડ ફિનાલે

Gujarat Desk