Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદ પોલીસે લંડનથી મોકલવામાં આવેલ ચોકલેટ અને બિસ્કિટના પાર્સલમાં 525 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો 

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી મોટી સફળતા

(જી.એન.એસ) તા. 27

અમદાવાદ,

લંડનથી મોકલવામાં આવેલા ચોકલેટ અને બિસ્કિટના પાર્સલમાં છુપાયેલા 525 ગ્રામ હાઇબ્રિડ ગાંજો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઝડપી પાડવમ આવ્યો છે. પોલીસે અંદાજે 52.58 લાખની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે ગુપ્ત માહિતીના આધારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ફોરેન પોસ્ટ ઓફિસના પહેલા માળેથી આ ગાંજો પકડવામાં આવ્યો હતો. SOG અધિકારીઓની આગેવાની હેઠળની એક ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં છ પાર્સલની તપાસ કરી હતી. જેમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા.

સમગ્ર મામલે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (DCB) પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ બાબતે એસઓજી ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાર્સલ લંડનથી આવેલા છે. જેમાં ચોકલેટ અને બિસ્કિટની ભેટ તરીકે છૂપાવીને ગાંજો મોકલવામાં આવ્યો હતો. મોકલનાર અને જેને ગાંજો મેળવવાનો હતો એની હજુ સુધી ઓળખ થઈ નથી. આ શિપમેન્ટ પાછળના આંતરરાષ્ટ્રીય નેટવર્કને શોધવા અને અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

संबंधित पोस्ट

ધ્રોલના સોયલ ટોલનાકા પાસેથી કારના ચોરખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો

Gujarat Desk

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનના અસરકારક અમલીકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટીયરિંગ કમિટીની રચના કરાઈ

Gujarat Desk

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૨મી મેના રોજ યોજાશે

Gujarat Desk

આજ નું પંચાંગ (17/06/2025)

Gujarat Desk

યુથ ઓફ યુનિવર્સ દ્રારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ફ્રી મેડીકલ ચેકઅપ , રક્તદાન અને વૃક્ષારોપણ કેમ્પ નું આયોજન

Karnavati 24 News

ભાવનગર મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા 5 દિવસમાં 766 દબાણ ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું

Gujarat Desk