Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કારાવાસ સજા કરવામાં આવી

રમેશ કાળુભાઈ ધાખડા ગત તા. ૨૭.૫.૨૦૧૯ના રોજ પંથકની વાડી વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી જઈ અપહરણ કરી સગીરા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. જ્યારે અન્ય રણછોડભાઈ ઉર્ફ મહેશભાઈએ રમેશને મજુરીની વ્યવસ્થા કરી આપી મદદગારી કર્યા સંદર્ભે પોલીસ મથકમાં જે તે સમયે સગીરાના વાલીએ ફરીયાદ આપતા પોલીસે આઈપીસી. ૩૬૬, ૩૬૩, ૩૭૬(આઈ)(એન) તેમજ પોક્સો એક્ટ ૪, ૧૭ અને ક્રીમીનલ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૨૦૧૮ની કલમ ૩૭૬(સી-૩) મુજબ ગુનો દાખલ કર્યો હતો. ઉક્ત કેસ ચોથા એડિશનલ સેસન્સ (સ્પે. પોક્સો કોર્ટ)ના જજશ્રી ડી.સી. ત્રિવેદીની અદાલતમાં ચાલી જતા ન્યાયમૂર્તિશ્રીએ ૩૩ દસ્તાવેજી પુરાવા, ૨૫ સાહેદોની જુબાની અને સરકારી વકિલ વિજયભાઈ જી. માંડલીયાની દલીલોને ધ્યાન ઉપર લઈ આરોપી રમેશ કાળુભાઈ ધાખડા (રે. નાના જીંજુડા, તા. સાવરકુંડલા)ને તકસીરવાન ઠરાવી આઈપીસી. ૩૭૬(આઈ)(એન), તેમજ લો એમેન્ડમેન્ટ ઓડીનન્સ ૨૦૧૮ની કલમ ૩૭૬(સી-૩) મુજબના ગુનામાં આજીવન કારાવાસ (આરોપીના બાકી આયુષ્ય સુધી)ની સજા તેમજ ૨૫૦૦૦નો દંડ અને ભોગબનનારને ૫૦ હજાર વળતર ચુકવી આપવા હુકમ ફરમાવ્યો હતો. જ્યારે અન્ય રણછોડભાઈ ઉર્ફે મહેશભાઈ લવજીભાઈને શંકાનો લાભ મળ્યો હતો.

संबंधित पोस्ट

ગાંધીધામમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખીને એક યુવકને પિતા-પુત્ર દ્વારા માર મારવામાં આવ્યો

Karnavati 24 News

મેંદરડા પોલીસ દ્વારા અલગ અલગ ચાર જેટલા સ્થળો પરથી પોહીબીશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા

સગા ભાઈએ બહેનની હત્યાનો કર્યો પ્રયાસ, ભાઈ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આક્ષેપ

Admin

સસ્પેન્ડેડ IAS પૂજાના સંબંધીઓના ઘરે EDના દરોડા: રાંચીમાં ત્રણ રોકડ ગણતરી મશીનો મંગાવવામાં આવ્યા, મુઝફ્ફરપુરમાં પણ તપાસ

Karnavati 24 News

બાંકામાં 10મા ધોરણની વિદ્યાર્થિની પર 6 દિવસ સુધી બળાત્કારઃ અપહરણ કરી જંગલમાં લઈ ગયા, માંગમાં સિંદૂર ભરીને કર્યું ગંદુ કામ, હવે પીડિતા ન્યાય માંગે છે

Karnavati 24 News

जालन्धर के मशहूर कुल्हड़ पिज्जा कपल पर हुआ केस दर्ज

Admin