Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

બેઠકમાં ઉંમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકરના જીઆઇડીસી વાપી ખાતે કરેલ સંપાદનમાં ગયેલ પ્‍લોટવાળી જમીનનું વળતર ન મળવા બાબતના પ્રશ્નમાં વલસાડ પ્રાંત અધિકારીએ વાપી તાલુકાના વાપી ગામે જીઆઇડીસી માટે સંપાદન થયેલ જમીન નેશનલ હાઇવે ને ચાર માર્ગીય કરવા માટે જરૂરિયાત જણાંતા સરકારશ્રીને આ જમીન બાબતે દરખાસ્‍ત કરતાં જીઆઇડીસી વાપી તરફથી આ જમીન તબદીલ કરવામાં આવેલ છે એમ જણાવેલ છે. નેશનલ હાઇવે ઓથોરીટી અને જીઆઇડીસી વાપીને આ જમીનની કિંમત બાબતે નિકાલ કરવા માટે જણાવેલ છે જેની કિંમત બાબતે નિર્ણય આવ્‍યા બાદ સરકારશ્રીમાં દરખાસ્‍ત કરી વળતરની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે ધારાસભ્‍યના પાટકરના તુંબ ૭૦ નંબરના ફાટક થઇ રેલવે બોર્ડરથી તુંબ બેલુંદપાડાનો રસ્‍તો રીપેર કરવા બાબતે જિલ્લા કલેકટરે આ બાબતે એરીયા મેનેજર વેર્સ્‍ટન રેલવેને રીપેર કરવા માટે જણાવેલ છે. ઉમરગામ તાલુકાની કેટલી પ્રાથમિક શાળાઓના ઓરડાઓ જર્જરિત હોવાના કારણે બંધ કરવામાં આવ્‍યા છે અને આ બંધ થયેલા ઓરડાઓ નવા બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ એ બાબતના ધારાસભ્‍ય પાટકરના સવાલ બાબતે જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ જિલ્‍લા પંચાયત દ્વારા ૧૦ ઓરડાઓ અને ૧૪૫ આોરડાઓની રાજય સરકાર દ્વારા વહીવટી મંજૂરી મળેલ છે અને જિલ્‍લા પંચાયતના ઓરડાઓ નવા બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રાજય સરકાર તરફથી જેમ ટેન્‍ડરો મંજૂર થશે તેમ કાર્યવાહી ર્તુત જ કરવામાં આવશે એમ જણાવ્‍યું હતું. ભાગ-૨ માં જિલ્‍લા કલેકટરે નિવૃત થયેલા તથા અવસાન પામેલા કર્મચારીઓના પેન્‍શન કેસો, આગામી ૨૪ માસમાં નિવૃત થનાર કર્મચારીઓના પેન્‍શન કેસો, ખાતાકીય તપાસના કેસો, માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતે જરૂરી સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારી મનીષ ગુરવાની, જિલ્‍લા પોલીસ અધિક્ષક રાજદીપસિહ ઝાલા, નિવાસી અધિક કલેકટર અનસૂયા આર.ઝા, પ્રાયોજના વહીવટદાર એ. કે. કલસરિયા, વલસાડ, પારડી, ધરમપુરના પ્રાંત અધિકારીઓ નીલેશ કુકડીયા, ડી. જે. વસાવા, કેતુલ ઇટાલીયા, સામાજિક વનીકરણના નાયબ વનસંરક્ષક યદુ ભારદ્વાજ, ઉત્તર વન વિભાગના નાયબ વનસંરક્ષક નીશા રાજ, તેમજ સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

संबंधित पोस्ट

ચૂંટણી પહેલા જ કર્ણાટક કેબિનેટે SC, ST અનામત વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

Karnavati 24 News

 કોલકાતા મહાનગરપાલિકાની ચૂંટણીમાં દીદીનો ‘ખેલા હોબે’, TMCની ક્લિન સ્વિપ

Karnavati 24 News

ભારત જોડો યાત્રા : પદયાત્રામાં સામેલ કોંગ્રેસના ચાર કાર્યકરોને કરંટ લાગ્યો

Admin

ચૂંટણી પૂરી થઈ ગયા છતાં ગોંડલ-રીબડા વચ્ચે વિવાદ સમ્યો નથી: મોડી રાત્રે મોટાપાયે માથાકૂટ થતાં પોલીસ ઉતારવામાં આવી

Admin

રાજસ્થાનના ઉદયપુરમાં માર્યા ગયેલા ટેલર કન્હૈયાલાલ હત્યાકાંડના પડઘા હવે સુરતમાં પણ પડ્યા

Karnavati 24 News