Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતતાજા સમાચારરાજકારણ

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ચાર જિલ્લામાં ગઈકાલે પ્રવાસ તેમનો યોજવામાં આવ્યો હતો ત્યારે આજે તેઓ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પ્રચાર મેદાને ઉતરશે. પીએમ મોદીની ગઈકાલે મોટી સભાઓ સૌરાષ્ટ્ર્થી લઈને દાહોદ તેમજ વડોદરા સહીતના જિલ્લાઓમાં યોજવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીએ ગુજરાતની ચૂંટણીની કમાન પોતાના હાથમાં લીધી છે.  ત્યારે PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે તેઓ ગઈકાલની જેમ આજે પણ 4 જિલ્લામાં પ્રચાર કરશે. પાલનપુર, અરવલ્લીના મોડાસા, અમદાવાદના દહેગામ અને બાવળામાં તેઓ આજે વિશાળ જનસભાને સંબોધન કરશે.

વડાપ્રધાનની સાથે સાથે આજે ભાજપના અન્ય સ્ટાર પ્રચારકો પણ ભાગ લેશે. પરંતુ પીએમ મોદીની પ્રચારની મહત્વની આ સભાઓ રહેશે. તેઓએ 19 નવેમ્બરથી બેઠકો યોજવાનું શરૂ કર્યું છે. ગઈકાલે પીએમ મોદીની મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં વિશાળ જાહેર સભાઓ યોજાઈી હતી જ્યાં તેઓ આગવી શૌલીમાં સંબોધન કરતા જોવા મળ્યા હતા.

પીએમ મોદીએ અગાઉની જેમ ફરી એક નારો પણ તેમની જનસભામાં લોકો સમક્ષ છેડ્યો છે તેઓ ગઈકાલે અબકી બાર કહેતા જ લોકોએ મોદી સરકારના નારા લગાવ્યા હતા. પીએમ મોદીની સાથે સાથે આજે કેન્દ્રીય મંત્રીઓ તેમજ ભાજપ શાસિત રાજ્યોની સીએમ પણ મેદાને ઉતરશે.

संबंधित पोस्ट

નિફટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

Gujarat Desk

EPFOએ સભ્યોને અનધિકૃત એજન્ટોનો સંપર્ક કરવાનું ટાળવા અને મફત અને સુરક્ષિત ઓનલાઈન સેવાઓ માટે સત્તાવાર EPFO પોર્ટલનો ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો

Gujarat Desk

સમગ્ર ગાંધીનગર જિલ્લા મહેસૂલી વિસ્તારમાં બેફામ અને મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ

Admin

ચોમાસાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સંબંધિત વિભાગ રાજ્યકક્ષાના કંટ્રોલ રૂમ શરૂ કરવાની સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર રાખે : મુખ્ય સચિવશ્રી પંકજ જોષી

Gujarat Desk

પ્રધાનમંત્રીએ બ્રાઝિલમાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યા સ્વાગતની પ્રશંસા કરી

Gujarat Desk

ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દેશના વિવિધ રાજ્યોમાં મેટ્રો લાઇનની કેબલની ચોરીમાં સંડોવાયેલી આંતરરાજ્ય “ખેકડા ગેંગ”ના 4 સભ્યોને ઝડપી પડયા

Gujarat Desk