Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

વડોદરા: વડોદરામાં રિક્ષા અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, રિક્ષાના કુરચે કુરચા ઊડ્યા, 3 બાળકો સહિત પરિવારના 5 સભ્યોના મોત

રાજ્યમાં માર્ગ આકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે વધુ એક અકસ્માતના સમાચાર વડોદરાથી આવ્યા છે. અહીં, અટલાદર પાદરા રોડ પર આવેલી નારાયણ વાડી પાસે રિક્ષા અને કાર વચ્ચે થયેલા ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સ્થાનિક લોકોએ અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. આથી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ આ ઘટનામાં 3 લોકોએ ઘટના સ્થળે જ જ્યારે બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. તમામ મૃતદેહોને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

લગ્નપ્રસંગમાં હાજરી આપીને પરત આવતો હતો પરિવાર

માહિતી મુજબ, વડોદરાના પાદરાના લોલા તાલુકાનો નાયક પરિવાર સોખડા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. ત્યાંથી રિક્ષામાં પરત ફરતી વખતે અટલાદર પાદરા રોડ પર નારાયણ વાડી પાસે રિક્ષાની પાદરા તરફથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે રિક્ષાના કુરચે કુરચા ઊડી ગયા હતા. જ્યારે રિક્ષામાં સવાર પરિવાર 5 લોકોના મોત થયા છે. આ મૃતકોમાં 3 બાળકો અને પતિ-પત્ની સામેલ છે. ગમખ્વાર અકસ્માતની જાણ સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બેના મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયા હતા. આ તમામના મૃતદેહોને SSG હોસ્પિટલ ખસેડાયા હતા. મીડિયા અહેવાલ મુજબ,  હાલમાં અન્ય એક બાળક આર્યન અરવિંદ નાયક (8 વર્ષ) ઇજાગ્રસ્ત હોવાથી સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

संबंधित पोस्ट

સૌરાષ્ટ્રમાં રેલ મુસાફરી કરતા લોકો માટે ધ્યાન રાખવા જેવી બાબતે; પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો 15 સપ્ટેમ્બર સુધી આંશિક રદ

Gujarat Desk

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના બીજા ત્રિમાસિકમાં એફએમસીજી ગ્રોથમાં ઘટાડો…!!

Gujarat Desk

ભારતીય શેરબજાર ફરી ઐતિહાસિક સપાટીએ…!!

Gujarat Desk

ઇટાલીના દરિયાકાંઠે ૧૦૦ સ્થળાંતર કરનારાઓને લઈ જતી હોડી પલટી જતાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત, ડઝનેક ગુમ

Gujarat Desk

કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહના વરદ હસ્તે ફેઝ-૨ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૦૦ કરોડની ‘દીકરી દત્તક યોજના’નું લોકાર્પણ

Gujarat Desk

ઝેલેન્સકીની મુલાકાત દરમિયાન સ્પેન ‘નોંધપાત્ર’ યુક્રેન સહાય પેકેજની જાહેરાત કરશે

Gujarat Desk