Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
Business

ખેડૂતોના બખ્ખા / પીએમ કિસાનના 13 હપ્તા પર આવ્યું મોટું અપડેટ, સીધા એકાઉન્ટમાં આવશે રૂપિયા

PM Kisan Scheme: ભારતમાં લાખો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-Kisan Scheme) ના 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, તેથી તેમના માટે સારા સમાચાર છે કારણ કે, તેઓને આ અઠવાડિયે રકમ મળવાની અપેક્ષા છે. સમાચાર મુજબ 2000 રૂપિયાનું પેમેન્ટ જલ્દી થઈ શકે છે. પીએમ કિસાન યોજના (PM-Kisan Scheme) હેઠળ, પાત્ર ખેડૂત પરિવારોને દર ચાર મહિને 2 હજાર રૂપિયા મળે છે, જે વાર્ષિક 6 હજાર રૂપિયા થાય છે.

પીએમ કિસાન 2018માં શરૂ કરઈ
પીએમ કિસાન સન્માન નિધિ (PM-Kisan Scheme) ના રૂપિયા દર વર્ષે એપ્રિલ-જુલાઈ, ઓગસ્ટ-નવેમ્બર અને ડિસેમ્બર-માર્ચમાં ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. એવા ખેડૂત પરિવારોને પેન્શન આપવા માટે પીએમ કિસાન યોજના ડિસેમ્બર 2018 માં શરૂ કરવામાં આવી હતી જેમને નાણાકીય સહાયની જરૂર છે. આ યોજના હેઠળ ખેડૂતોને સીધા તેમના એકાઉન્ટમાં રૂપિયા મળે છે.
પીએમ કિસાન (PM-Kisan Scheme) કેન્દ્રીય ક્ષેત્રની યોજના
પીએમ કિસાન વેબસાઈટ (PM-Kisan Scheme Website) મુજબ, તે ભારત સરકાર તરફથી 100 ટકા ભંડોળ સાથે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. જો કે, પીએમ કિસાન યોજના (PM-Kisan Scheme) ઓને લઈને કેટલાક નિયમો છે અને દરેક ખેડૂત તેના માટે અરજી કરવા પાત્ર નથી. તે માત્ર નાના જમીન ધરાવતા ખેડૂતો માટે જ ઉપલબ્ધ છે.
નાના અને સીમાંત ખેડૂતો પીએમ કિસાન યોજના (PM-Kisan Scheme) માટે પાત્ર
કોઈપણ સરકારી યોજના (PM-Kisan Scheme) માં અમુક પાત્રતા માપદંડ હોય છે, જેના આધારે લાભો બહાર પાડવામાં આવે છે. નાના અને સીમાંત ખેડૂતો કે જેઓ ભારતીય નાગરિક છે તેઓ પીએમ કિસાન યોજના (PM-Kisan Scheme) માટે પાત્ર છે. આ ઉપરાંત, તમામ જમીનધારક ખેડૂત પરિવારો, જેમના નામે ખેતીલાયક જમીન છે, તેઓ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે. આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષે 3 હપ્તામાં 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. નાના ખેડૂતોની આર્થિક મદદ કરવા માટે સરકારે આ સ્કીમ શરૂ કરી હતી.

संबंधित पोस्ट

સિનિયર કર્મચારીઓ ભૂલી જજો પગાર વધારો! આ કંપનીના હજારો કર્મચારીઓમાં મચ્યો હોબાળો

Admin

Rules Change From 1 March 2023: માર્ચની શરૂઆતથી જ 5 ફેરફારો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

Admin

મોટી રાહત / ગેસના સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, જાણો તમારા શહેરમાં શું છે નવો ભાવ

Admin

આ દેશોમાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, ફ્રી કાર-હાઉસ, જાણો અન્ય ઘણી સુવિધાઓ

Admin

UPI-PayNow के बीच समझौता: अब भारत और सिंगापुर के बीच डिजिटल भुगतान आसान बनेगा

Admin

સોનેરી તક / ના બોસની કચકચ, ના દરરોજ ઓફિસ જવાની ઝંઝટ; ઘરે બેઠા આવી રીતે કમાવો લાખો રૂપિયા

Admin