Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

વડોદરા- પથ્થરમારો બાદ 45 સામે નામ જોગ અને 500થી વધુના ટોળા સામે ફરીયાદ, 15 દિવસ પોલીસ રહેશે તૈનાત

વડોદરામાં ગઈકાલે રામનવમીના દિવસે નિકળેલી શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થતા અત્યાર સુધીમાં પોલીસ દ્વારા  45 સામે નામ જોગ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત 500થી વધુના ટોળા સામે ફરીયાદ થઈ છે. કાર્યવાહીમાં વધુ શકમંદોને શોધવામાં આવી રહ્યા છે. જે માટે એક એક સીસીટીવ ખંગાળવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વડોદરાના વિવિધ વિસ્તારોમાં 15 દિવસ પોલીસ તૈનાત રાખવામાં આવશે.

354 જેટલા કેમેરાની મદદથી થઈ રહી છે શોધખોળ
 પથ્થરમારાની ઘટના બાદ પોલીસે ગઈકાલે રાત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું અને ગઈકાલથી લઈને અત્યાર સુધીમાં વધુ શકમંદોની ધરપકડ કરવા ઉપરાંત 45 સામે નામજોગ ફરીયાદ કરાઈ છે. આ ઉપરાંત ટોળા સામે પણ ફરીયાદ કરતા વધુને શોઘી પાડવામાં આવી રહ્યા છે. સાવચેતીના ભાગરૂપે હજુ પણ શહેરના અડધો ડઝન વિસ્તારોમાં પોલીસ દળ તૈનાત છે. બીજી તરફ પોલીસ સીસીટીવી ફૂટેજની મદદથી અસામાજિક તત્વોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસ તેના 354 કેમેરાની મદદ લઈ રહી છે. 

પોલીસે કહ્યું અફવાઓ પર ધ્યાન ના આપો 
જે વિસ્તારોમાં રામ નવમી પર પથ્થરમારો થયો હતો ત્યાં દુકાનો બંધ કરી દેવામાં આવી હતી જેથી ધંધાને પણ અસર પહોંચી છે. સવારે દુકાનો ખુલી હતી, જો કે વડોદરા પોલીસ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના પગલારૂપે પાણીગેટ, જુનીગઢી, માછલીપીઠ, વાડી વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ અફવાઓ પર ધ્યાન ન આપે, જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો પોલીસને જાણ કરો. 

વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર શમશેર સિંહે એડિશનલ પોલીસ કમિશનર સાથે ઘટનાસ્થળે જઈને સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત શાંતિ સમિતિઓના લોકોને સંપૂર્ણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, પથ્થરમારાની ઘટનામાં કેટલાક વાહનોને નુકસાન થયું હતું પરંતુ એવી કોઈ સ્થિતિ સર્જાઈ નથી કે કોઈને હોસ્પિટલમાં દાખલ કરવું પડે.

ક્રાઈમ બ્રાન્ચ સમગ્ર સ્થિતિ પર રાખી રહી છે નજર 
ફતેપુરા આસપાસ ચેક પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. જ્યાં હથિયારી હોમગાર્ડ તૈનાત કરાશે. અસામાજિક તત્વોએ પથ્થરો ફેંકતા 354થી વધું સીસીટીવી ચેક કરાયા બાદ તોફાની તત્વોની શોધખોળ ચાલી રહી છે. મોટી માત્રમાં પોલીસ તહેનાત છે એટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચ પણ નજર રાખી રહી છે.  ગઈકાલે ફતેપુરા અને કુંભારવાડામાં પથ્થરમારો થતા સ્થિતિ ડહોળાઈ હતી.

संबंधित पोस्ट

विचाराधीन बंदी ने जेल में आत्महत्या का किया असफल प्रयास

Admin

झारखंड: पलामू में दो समुदायों के बीच हुई पत्थरबाजी मे कई घायल, धारा 144 लागू , इंटरनेट सेवा भी बंद

Admin

દીકરો ગુમ થયો હોવાની ફરિયાદ કરનારી સગી માતા અને પિતરાઈ પ્રેમી દિયર નીકળ્યા હત્યારા..

Admin

पन्ना मध्य प्रदेश। मोदी की हत्या की बात कहने वाला कांग्रेस नेता गिरफ्तार।

Admin

અમદાવાદ: ખાલીસ્તાની વોઇસ ક્લીપ મામલે મુંબઈના વ્યક્તિનું નામ આવ્યું સામે, અગાઉ MPથી બે પકડાયા હતા

Karnavati 24 News

મોરબીના શક્તિ ચેમ્બરની અનેક દુકાનોમાં ચોરી થયા મામલે પોલીસ ફરિયાદ

Admin