Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાધનપુરથી ગોચનાદ પુલ ઉપર ટ્રેક્ટર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બે ઈજાગ્રસ્ત, 10 કિમી સુધી ટ્રાફિકજામ સર્જાયો

રાધનપુરથી મહેસાણા રોડ ઉપર આજે ગુરૂવારે વહેલી સવારે ગોચનાદ નદીના પુલ ઉપર ટ્રેક્ટરને ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અકસ્માતના પગલે ઘણો લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો.

રાધનપુરથી મહેસાણા હાઇવે પર ગોચનાદ નદીના પુલ ઉપર આજે ગુરૂવારે વહેલી સવારે જઈ રહેલા ટ્રેક્ટરને ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટર અને ટ્રક બંન્ને પલટી મારી ગયા હતા. જેમાં બે લોકોને ઇજા થઈ હતી. જેમને 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર રેફલર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માત સર્જાતા પુલની જગ્યા ઉપર ટ્રેક્ટર અને ટ્રકે રોડ રોકતાં વાહનોની લાંબી કતારો લાગી હતી. જેમાં બસોમાં બેઠેલા પેસેન્જરો ઘણા સમયથી ટ્રાફિક હોવાથી ચાલતા નીકળી પડ્યા હતા. આ અકસ્માતના લીધે 10 કિલોમીટર સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

संबंधित पोस्ट

ये पुलिस स्टेशन है… तुम्हारा घर नहीं…સાઠંબા પોલિસ સ્ટેશનમાં બાઇક ચોરને માર મારનાર 6 ઝડપાયા, PSO અને PSI સામે તપાસના આદેશ

Karnavati 24 News

 ભરૂચ દહેજ પાસે રિલાયન્સ કંપની માં અકસ્માતે પડી જતા એક કામદાર નું મૃત્યુ

Karnavati 24 News

રાજકોટ નાગરિક બેંક અને તેના ગ્રાહકોના કરોડો ચાઉં કરનાર ભેજાબાજ ઝડપાયો

Karnavati 24 News

રાજકોટની કૉર્પોરેશન ઓફિસ પણ હવે સેફ નથી: બે સફાઈ કર્મચારીઓએ કરી ચોરી, કરાયો સસ્પેન્ડ

નરોડામાં ગાય અડફેટે આવતા યુવકનું સારવાર દરમિયાન મોત, પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી

આતંકવાદ પર શરીફ સરકારની જાહેરાતો બિનઅસરકારક, વધી રહ્યું છે TTPનું મનોબળ

Admin