Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

રાજકોટ નાગરિક બેંક અને તેના ગ્રાહકોના કરોડો ચાઉં કરનાર ભેજાબાજ ઝડપાયો

રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના ડેપ્યુટી ચીફ મેનેજર દ્વારા ડિસેમ્બર માહિનામાં બેંકના જ એક કર્મચારીની સામે બેન્કના ખાતેદારો અને બેન્કની સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે છેતરપીંડી કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે

 

રાજકોટ નાગરિક સહકારી બેન્કની મોરબી બ્રાન્ચના કર્મચારી દ્વારા એફડીની રકમમાં ગોટાળા કરીને પોતાના અંગત સ્વાર્થ માટે તે રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી ઓગસ્ટ ૨૦૨૧માં બેન્કના બે કર્મચારીઓને બેંકમાંથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને બેંકના ઓડિટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવ્યા બાદ મોરબીના રવાપર રોડ પર આવેલ રાજકોટ નાગરિક સહકારી બેન્ક મોરબી શાખાના ડેપ્યુટી ચીફ મેનેજર ધર્મેશ કાશીરામ મોરે જાતે મરાઠી ક્ષત્રીય (ઉ.૪૬) એ બેંકના કર્મચારી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમ રહે. વાવડીરોડ કારીયા સોસાયટી મોરબી તેમજ તપાસમાં જે લોકોના નામ સામે ફરિયાદ નોંધી જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭ થી તા.૧૯/૭/૨૦૨૧ સુધીમાં આરોપી મોરબી રવાપર રોડ ઉપર આવેલ નાગરિક સહકારી બેન્ક લિ. માં ફરજ બજાવતો હતો ત્યારે રાજકોટ નાગરીક સહકારી બેન્કમા નોકરી દરમ્યાન આર્થિક લાભ લેવાના બદઈરાદે જુદા જુદા ખાતાધારકોની કોઇપણ જાતની રસીદ વગર ફિક્સ ડિપોઝિટને પ્રિ-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી અને ખોટા ખાતામાં રકમ જમા કરાવી તેમજ પાસબુકના નેરેશન બદલીને ખાતધારકના ચેકોમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી કરી હતી અને આ બાબત ખાતાધારકની જાણ બહાર નેટબેંકીંગ (IMPS) ચાલુ કરી ઓનલાઇન ઉચાપતના નાણા ટ્રાન્સફર કરી બેંકના કુલ મળીને ૫૯ ખાતાધારકના ખાતાની અંદાજીત કુલ પાકતી રકમ ૧,૯૨,૯૯,૦૬૪ ની નાણાંકીય ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી તો મોરબી એ ડીવીઝન પોલીસે આઇ.પી.સી.કલમ-૪૦૯, ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુન્હો નોંધી એ ડીવીઝન પી આઈ જે એમ આલ સહિતની ટીમે વધુ તપાસ હાથ ધરવામાં આવતા મુખ્ય આરોપી પ્રકાશભાઇ ગોંવીદભાઇ નકુમને ઝડપી પાડીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે

 

संबंधित पोस्ट

દાહોદ તાલુકાના જેકોટ છાયનઘાટી ફળિયામાંથી સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ઇસમની tvs અપાચીની રાત્રિના સમયે ઘર આગળથી પાર્ક કરેલી જગ્યા ઉપરથી ચોરી થતાં સિવિલ એન્જિનિયર દ્વારા એ એફઆઇઆર થકી દાહોદ રૂલર પોલી

 સમગ્ર ગુજરાત અને દેશની તુલનાએ વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો:- IG પાંડિયન

Karnavati 24 News

पत्नी बनी जल्लाद: खाना गर्म करने की बात पर पति को बेरहमी से पीटा, युवक को बेहोशी की हालत में उठा ले गई

Admin

ફેસબુકમાં યુવતીની મિત્રતા સ્વીકારતા વેપારીને રૂા. ૪૭ હજારમાં પડી

Karnavati 24 News

फरीदाबाद: चोरी के दो आरोपियों को क्राइम ब्रांच ने किया गिरफ्तार, जेल भेजा

Admin

મોસ્ટ વોન્ટેડ નક્સલવાદી સંદીપનું મોત, હાથ-પગ બાંધવામાં આવ્યાઃ 75 લાખનું ઈનામ; 4 લોકોને ફાંસી આપ્યા બાદ હિટ લિસ્ટમાં હતો

Karnavati 24 News