Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્ય સરકારે ‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ.૧,૨૫૦ કરોડની સહાય અપાશે

(જી.એન.એસ) તા. ૨૭

ગાંધીનગર,

‘સૌ ભણે ગણે અને આગળ વધે’ તેવા ઉમદા હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો આજે દેશભરમાં પ્રેરક અનુકરણીય બની રહ્યા છે. જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજાની આગેવાનીમાં અનેક નવી યોજનાઓ દ્વારા શિક્ષણનો વ્યાપ સતત વધી રહ્યો છે. આવી એક શિક્ષણલક્ષી યોજના છે ‘નમો લક્ષ્મી યોજના’. આ યોજના હેઠળ રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૫-૨૬માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં અભ્યાસ કરતી અંદાજે ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને રૂ.૧,૨૫૦ કરોડની સહાય કરશે તેમ, શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી આર્થિક અક્ષમતાઓને કારણે રાજ્યની દીકરીઓને શિક્ષણ છોડી ન દેવું પડે અને વધુને વધુ દીકરીઓ પોતાનું સંપૂર્ણ શાળાકીય શિક્ષણ પૂર્ણ કરે તેવા ઉદ્દેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણાથી શિક્ષણ વિભાગે ‘નમો લક્ષ્મી યોજના’ શરૂ કરી છે. આ યોજના હેઠળ, રાજ્યની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB), કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને આ સહાય મળવાપાત્ર છે. જો વિદ્યાર્થિનીઓને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે. નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ ૦૯ થી ૧૨માં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થિનીઓને આ ચાર વર્ષ દરમિયાન કુલ રૂ.૫૦ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો મુખ્ય હેતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે કિશોરવયની કન્‍યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદ્રઢ બનાવવાની જરૂરીયાત રાજ્ય સરકારના ધ્યાને આવી હતી. જેના પરિણામ સ્વરૂપે કિશોરવયની વિદ્યાર્થીનીઓને શિક્ષણની સાથોસાથ પૂરતું પોષણ મળે અને તેઓનું સશક્તીકરણ થાય તે હેતુથી આર્થિક સહાય આપવા માટે ‘નમો લક્ષ્મી યોજના’ શરૂ કરવામાં આવી છે.

આ યોજનાનો લાભ રાજ્યની સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળા અથવા આર.ટી.ઇ અંતર્ગત ધોરણ-૧ થી ૮ નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ-૯માં પ્રવેશ મેળવેલ હોય અથવા ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ.૬લાખ કે તેથી ઓછી હોય તેવી ધોરણ-૯માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીનીઓ ‘નમો લક્ષ્મી યોજના’નો લાભ લઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬માં અંદાજિત ૧૨ લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ ૯ થી ૧૨નો અભ્યાસ પૂર્ણ કરેથી કુલ રૂ. ૫૦,૦૦૦/- સુધીની સહાય મળવાપાત્ર રહેશે. જે અંતર્ગત ધોરણ ૯ અને ૧૦ની મળીને કુલ રૂ. ૨૦,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ધો. ૯ અને ૧૦માં શૈક્ષણિક વર્ષ દરમિયાન ૧૦ માસ માટે માસિક રૂ. ૫૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૫,૦૦૦/- પ્રમાણે બન્ને વર્ષના મળી કુલ રૂ. ૧૦,૦૦૦/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૦,૦૦૦/- ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૩૦,૦૦૦/-ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાય પૈકી ૧૧ અને ૧૨ ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૭૫૦/- મુજબ વાર્ષિક રૂ. ૭,૫૦૦/- પ્રમાણે બન્ને વર્ષના મળી કુલ રૂ. ૧૫,૦૦૦/- ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૧૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

संबंधित पोस्ट

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પહેલા કહ્યું કે ભારતે ઝીરો ટેરિફ ઓફર કરી, હવે કહ્યું- મને ડીલ કરવાની ઉતાવળ નથી

Gujarat Desk

RRU ખાતે ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE) એ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન 

Gujarat Desk

વાલીઓ દ્વારા ધો.7ના વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ બાદ અમદાવાદ મણિનગરની હેબ્રોન સ્કૂલને નોટિસ; શિક્ષક સસ્પેન્ડ 

Gujarat Desk

પોરબંદર પીજીવીસીએલે વર્તુળ કચેરી હેઠળ મોટાપાયે વીજ દરોડા : ૧ કરોડને પ લાખની ચોરી ઝડપાઇ

Karnavati 24 News

ચોમાસા પૂર્વેની અસર: બિહાર સહિત 3 રાજ્યોમાં 57ના મોત, આસામમાં પૂરથી 7 લાખ લોકો પ્રભાવિત; 21-24 મે સુધી વરસાદની ચેતવણી

Karnavati 24 News

પ્રસુતાની ડિલીવરી દરમિયાન બેદરકારી દાખવતા મહિલાની તબિયત લથડી

Gujarat Desk