Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વાલીઓ દ્વારા ધો.7ના વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ બાદ અમદાવાદ મણિનગરની હેબ્રોન સ્કૂલને નોટિસ; શિક્ષક સસ્પેન્ડ 



(જી.એન.એસ) તા. 24

અમદાવાદ,

ફરી એકવાર શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં, મણિનગર વિસ્તારમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષિકાએ માર માર્યો હોવાનો આક્ષેપ વાલીએ કર્યો હતો. આ મામલે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી જેને ધીને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષિકાને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા તેમજ સ્કૂલને નોટિસ પણ ફટકારવામાં આવી હતી અને શિક્ષિકા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ગુજરાતી ભાષાના શિક્ષિકાએ ધોરણ 7ના વિદ્યાર્થીને માર માર્યો હતો. જો કે, આ પછી વિદ્યાર્થી ઘરે પરત પહોંચ્યો, ત્યારે તેને સમગ્ર મામલે તેના માતા-પિતાને જાણ કરી હતી. સમગ્ર મામલે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં અરજીને કરીને જાણ કરી હતી. ધોરણ 7ના વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં અધિકારીએ તાત્કાલિક પગલા લઈને શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમજ આ મામલે વાલીએ શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી હતી. જ્યારે અધિકારીએ ઘટનાને લઈને જવાબદાર શિક્ષિકા વિરૂદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવાના આદેશ કરવામાં આવ્યા. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, વિદ્યાર્થીને માર મારનાર શિક્ષિકા સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેનો અહેવાલ એક દિવસમાં શિક્ષણ વિભાગની કચેરીએ રજૂ કરવો. જો આમ નહીં કરવામાં આવે તો સ્કૂલ મંડળ વિરૂદ્ધમાં નિયમોનુસાર માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી કરવાની ફરજ પડી શકે છે. 

संबंधित पोस्ट

શું હવે આવશે રશિયા – યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત??

Gujarat Desk

 સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરોની તબિયત લથડતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

Karnavati 24 News

ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં પોષણ  ઉસ્તવની ઉજવણી કરવામાં આવી

Gujarat Desk

હવામાન વિભાગની 5 દિવસ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

Gujarat Desk

વિધાનસભા ખાતે કલાકારો ને આમંત્રણ આપવા બાબતે વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે સરકારનો જવાબ, ‘છેલ્લી ઘડીએ આયોજન કરાયું, ભૂલાઇ ગયું હશે…’

Gujarat Desk

ઓગસ્ટ માસમાં જીએસટી આવક રૂ.૧.૮૬ લાખ કરોડને પાર…!!

Gujarat Desk