Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યમાં ધોરણ 1થી 5માં થયેલી વિદ્યાસહાયકોની ભરતી ભરતી રદ

(જી.એન.એસ) તા. 31

ગાંધીનગર,

રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ છે, ત્યારે ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જ્યારે હવે આ ભરતીને લઈને નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની ભરતી અન્વયે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા મુદ્દે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર ‘રિઝલ્ટ’ શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતાં ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શકયતાને ધ્યાનમાં રાખીને આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ સંદર્ભે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ માટેની વિદ્યાસહાયક ભરતી વર્ષ 2024 માટે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા 22 મે 2025થી શરૂ કરવામાં આવી છે. જ્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉમેદવારોના મેરીટમાં ફેરફારને ધ્યાને રાખીને શિક્ષણ વિભાગે અન્ય ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી 22 મે 2025થી 31 મે, 2025 સુધી કરવામાં આવેલી જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય કર્યો છે. 

વિદ્યાસહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમ મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરીટ ગણતરી બાદ હવે નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ નિર્ણય કર્યો છે. જ્યારે હવે આ ભરતીને લઈને નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

संबंधित पोस्ट

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News

મંત્રીશ્રીઓ સાથે પરામર્શ કરવા રચાયેલી સ્થાયી પરામર્શ સમિતિમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય શ્રી સ્વરૂપજી સરદારજી ઠાકોરનો સમાવેશ

Gujarat Desk

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ૧૧ જૂને અદિયાલા જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતાઓ

Gujarat Desk

૩૦મી જાન્યુઆરી – “શહીદ દિન” દેશના શહીદ વિરો પ્રત્યેનું ઋણ અદા કરવાનો અવસર

Gujarat Desk

ડૉ. મનસુખ માંડવિયાએ ભારતની સ્પોર્ટિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા ખેલો ઇન્ડિયા હેઠળ વાર્ષિક કૅલેન્ડર શરૂ કર્યું

Gujarat Desk

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

Karnavati 24 News