Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યપ્રદેશસ્થાનિક સમાચાર

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

જામનગર નજીકના ખંભાલીયા રોડ પર આવેલ લાખાબાવળ ગામે એક યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું હતું. જામનગર જીલ્લામાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામે રહેતા રાહુલભાઇ પ્રવીણભાઇ વાધેલા ઉ.વ-૨૫ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન બેસુધ્ધ હાલતમાં આ યુવાનને જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તપાસ યુવાનને મૃત જાહેર કર્યો હતો. આ બનાવના પગલે લાખાબાવળ ગામ સહિત પરિવારમાં શોકનું મોજું પ્રશરી ગયું છે.

संबंधित पोस्ट

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ: 8 જિલ્લામાં શાળાઓ બંધ, 685 રસ્તા બંધ, IMD એ રેડ એલર્ટ જાહેર કર્યું

Gujarat Desk

મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મંદિરમાં હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

Gujarat Desk

ટ્રમ્પના ટેરિફ પગલાં બાદ 29 ઓગસ્ટથી ભારતથી અમેરિકા ટપાલ સેવાઓ સ્થગિત

Gujarat Desk

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ J&Kમાં પાકિસ્તાનના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના સ્વજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી

Gujarat Desk

આજનું રાશિફળ (04/06/2025)

Gujarat Desk

દેશમાં ફરી ઘટ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં 4129 કેસ નોંધાયા; 20 લોકોના મોત