Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશ

 મોરબીના WIRELESS ASI બેસ્ટ ઓનલાઈન કામગીરી માટે નેશનલ લેવલે નોમીનેટ

 

મોરબીની એસપી કચેરીના કોમ્પ્યુટર સેલમાં ફરજ બજાવતા અને હાલ ભુજ પીએસઆઈ તરીકે પ્રમોશન પામીને બદલી પામેલા કુલદીપ મોરડિયાને બેસ્ટ ઓનલાઈન કામગીરી બદલ નેશનલ લેવલે નોમીનેટ કરવામાં આવતા મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે

મોરબીમાં વાયરલેસ એએસઆઈ તરીકે કોમ્પ્યુટર સેલમાં કામગીરી કરતા કુલદીપ મોરડિયાએ વિવિધ ઓનલાઈન કામગીરી અને ઓનલાઈન પ્રોજેક્ટ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય જેથી દર સમગ્ર ગુજરાતમાંથી ૦૩ અધિકારીઓને નોમીનેટ કરવામાં આવ્યા હતા જેમાં મોરબીના ASI કુલદીપ મોરડિયાને પણ નોમીનેટ કરાયા હતા અને મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સના હોમ સેક્રેટરીના હસ્તે નોમીનેટ થયેલા અધિકારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવે છે

કુલદીપ મોરડિયા મોરબી ખાતે ફરજ બજાવતા હોય દરમિયાન તેમનું નોમીનેશન રાષ્ટ્રીય કક્ષાએ સારી કામગીરી માટે કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમને પીએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે અને હાલ તેઓ ભુજ વાયરલેસ પીએસઆઈમાં ફરજ બજાવી રહ્યા છે મોરબીમાં ફરજ બજાવતા કુલદીપ મોરડિયાએ ઓનલાઈન શ્રેષ્ઠ કામગીરી કરીને રાષ્ટ્રીય કક્ષાએ મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે અને હાલ તેઓ ભુજ ખાતે પીએસઆઈ તરીકે કાર્યરત છે ત્યારે તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

संबंधित पोस्ट

સમાજ સેવા, સતત લોક સમ્પર્ક સાથેજ લોક ચાહના અને કામનું પ્રભુત્વવાળી છબીનું શ્રેષ્ઠ ઉદાહરણ

Gujarat Desk

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

આજ નું પંચાંગ (૧૭/૦૧/૨૦૨૬)

Gujarat Desk

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને અનુલક્ષીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. ૩૦મી જૂન, સોમવારે યોજાશે

Gujarat Desk

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News

ચીન તાઇવાનની આસપાસ 10 કલાક સતત લાઇવ-ફાયરિંગ ડ્રીલ કરી રહ્યું છે

Gujarat Desk