Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન સામગ્રી રવાના

 

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લામાં કુલ ૨૭ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે રવાનગી કેન્દ્રો પરથી મતદાન સામગ્રી રવાના કરવામાં આવી હતી.વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થશે. વડોદરા જિલ્લામાં સરપંચ માટે ૮૪૯ અને વોર્ડ સભ્ય માટે ૩૬૫૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૫૭૬ મતદાન મથકો પર ૨,૨૧,૨૨૨ પુરુષ અને ૨,૦૭,૩૭૯ સ્ત્રી અને અન્ય એક મતદારો સહિત કુલ- ૪,૨૮,૬૦૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામગીરી માટે ૬૮ ચૂંટણી અધિકારી,૬૮ મદદનીશ ચૂંટણી અધિકારી, ૩૨૧૯ પોલિંગ સ્ટાફ અને કાયદો થતા વ્યવસ્થા જાળવવા માટે ૧૨૯૨ પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.ચૂંટણી માટે ૮૮૩ મત પેટીઓ ઉપયોગમાં લેવામાં આવશે. ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી તા.૨૧.૧૨.૨૦૨૧ ના રોજ હાથ ધરવામાં આવશે.મત ગણતરી આઠ સ્થળોએ ૨૭ હોલમાં થશે.આ માટે ૬૬૮ મત ગણતરી સ્ટાફ, ૪૬૪ પોલીસ સ્ટાફ,૬૫ આરોગ્ય કર્મીઓ સહિત ૧૬૪ સેવકો ફરજ બજાવશે. એમ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર શ્રી કુલદીપસિંહ ઝાલાએ જણાવાયું છે.

संबंधित पोस्ट

ઇન્ડિયા ગેટ પર હવે કેમ નહી સળગે અમર જવાન જ્યોતિ, કોંગ્રેસના આરોપો પછી મોદી સરકારની સ્પષ્ટતા

Karnavati 24 News

Neque adfaf df porro quisquam est qui dolorem ipsum quia dolor sit amet, consectetur, adipisci velit…

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

Karnavati 24 News

New Covid-19 mutant XE could be most transmissible yettbb, says WHO

 વોર્ડનં.૧૭માં આનંદ નગર અને સાધના સોસાયટી માં આશરે ૪૪ લાખ ના પેવર કામનું (ડામર કામ ) ખાતમુહુર્ત કરતા કોર્પોરેટરશ્રીઓ.

Karnavati 24 News

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી આ દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે માંગ કરી

Karnavati 24 News